“મારે તારી સાથે એક વાર શરીર સુખ માણવું છે”, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરનો ઓડિયો વાયરલ

રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કલંકિત કરતી ઘટના બની ગઈ છે. ચકચારિત કિસ્સામાં પ્રોફેસરે વિદ્યાર્થીનિ સાથે કરેલી વાતચીતનો ઓડિયો છે. આ ઓડિયો ઝડપભેર વાયરલ થઈ રહ્યો છે. પ્રોફેસર યુનિવર્સિટીમાં મોટા હોદ્દા પર બિરાજમાન છે. ઓડિયોમાં તે પહેલા વિદ્યાર્થીનિને પીએચડી કરાવવા અને પ્રોફેસર બનાવવાની લાલચ આપે છે. અને કહી રહ્યો છે કે ‘એકવાર તારે મારી સાથે શરીર સુખ માણવું પડશે.’

ઓડિયો ક્લિપમાં સ્પષ્ટપણે સંભળાય છે કે પ્રોફેસર પ્રથમ વિદ્યાર્થીનિને પીએચડી કરી પ્રોફેસર બનવાની લાલચ આપે છે. પાછળથી તે કહે છે કે મારે તારી સાથે એક વાર શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા છે. આ સાંભળીને વિદ્યાર્થીનિ સ્તબ્ધ થઈ જાય છે. અને પોતાનું નામ જણાવે છે. ત્યાર બાદ બેશરમ પ્રોફેસર ફરીથી તેની વલ્ગર માંગણને રિપીટ કરે છે.

યુનિવર્સિટીના કુલપતિ નીતિનભાઇ પેથાણીએ વાયરલ ઓડિયો ક્લિપ અંગે કહ્યું કે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. તેમજ જરૂર પડે તો પોલીસની મદદ પણ લેવામાં આવશે. કેસમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. પ્રોફેસર કસુરવાર હશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.