26મીનાં પ્રજાસત્તાક પર્વે આતંકી હુમલાનો પર્દાફાશ, કાવતરું ધડનાર આતંકીની ધરપકડ

જમ્મુ-કાશ્મીરના તત્કાલિન ડીએસપી દેવિન્દ્રસિંહ સાથે પકડાયેલા હિઝબુલના આતંકીએ ગણતંત્ર દિવસ પહેલા ખતરનાક આતંકી હુમલાનું કાવતરું ઘડ્યું હોવાનો પર્દાફાશ સુરક્ષા એજન્સીઓ દ્વારા થયો છે.

જમ્મુ-કાશ્મીરના ડીએસપી દેવિન્દરસિંહ સાથે પકડાયેલો હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રાસવાદી અંગે મોટો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ ડીએસપી દેવિન્દરસિંહની સાથે પકડવામાં આવ્યો હિઝબુલનો ત્રાસવાદી પુલવામામાં વિસ્ફોટક પહોંચાડવાની ફિરાકમાં હતાં જેના દ્વારા તેના ગ્રુપે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ સમારોહ પહેલા એક મોટા ત્રાસવાદી હુમલાને અંજામ આપવાની યોજના બનાવી હતી.

આ જાણકારી ગયા સપ્તાહે સુરક્ષા એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ઈનપૂટના આધારે ડીઆઈએએ આપી છે. ઉલ્લેખનિય છે કે, 11 જાન્યુઆરીએ ડીએસપી દેવિન્દરસિંહ અને અન્ય બેની સાથે યાત્રા દરમિયાન આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના ચીફ નવીદ બાબુની ધરપકડ કરવામાં આવી હતી. નવીદ સાઉથ એન્ડ સેન્ટ્રલ કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના ઓપરેશનની કમાન સંભાળતો હતો. ઈનપૂટના જણાવ્યા મુજબ આતંકી નવીદ બાબુ હિઝબુલ મુઝાહિદ્દીનના સાથે જોડાયેલા તેમના સાથીઓ સુધી વિસ્ફોટક પહોંચડવાનો હતો. હિઝબુલનો આતંકી જગુઆરામાં આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતો અને પુલવામાની પાસે નીવા-પખેરપોશ માર્ગ પર આઈઈઈડી ફેલાવાની યોજના હતી. નવીદ બાબુને ત્રાસવાદીની ભરતી કરનાર માસ્ટર ગણાવાય રહ્યો છે અને તે આઈઈઈડીનો એક્સપર્ટ છે.

ગયા વર્ષે સીઆરપીએફના કાફલા પર કાર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અંદાજે 40 જવાન શહીદ થઈ ગયા હતાં. ત્યારપછી ભારતે પાક.માં ત્રાસવાદી સ્થળોને નિશાન બનાવ્યા હતાં અને એર સ્ટ્રાઈક કરી હતી. ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે સીઆરપીએફના કાફલા પર કાર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અંદાજે 40 જવાન શહીદ થઈ ગયા હતાં. ત્યારપછી ભારતે પાક.માં આવેલા ત્રાસવદી સ્થળોને નિશાન બનાવ્યા હતાં અને એર સ્ટ્રાઈક કરી હતી. જો કે આતંકી રિયાઝ નિકુ પછી હિઝબુલનો બીજો કમાન્ડ છે. તેના પર ગયા વર્ષે અસૈન્ય હત્યાઓમાં સામેલ થવા અને પોલીસ અધિકારીઓ અને સુરક્ષાદળો પાસેથી શસ્ત્રો છીનવાનો પણ આરોપ છે.

એનઆઈએ ચાર આરોપીઓ દવિન્દરસિંહ, હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર નવીદ મુસ્તાક ઉર્ફે નવીદબાબુ તેના સાથીઓ આસિફ અને ઈરફાન મીરને ટ્રાન્ઝીટ રિમાન્ડ પર જમ્મુ લાવી છે. એ પહેલા એનઆઈએ જે ઘાટીમાં આતંકી બાબુ અને અન્ય ત્રાસવાદી ઓપરેટરોની સાથે દેવિન્દરસિંહના સંબંધોની તપાસ કરી રહી છે. જપ્ત થયેલા દસ્તાવેજોની તપાસ થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં ગયા ગુરુવારે દેવિન્દરસિંહને નેશનલ હાઈ-વે પર અન્ય ત્રણની સાથે ધરપકડ કરવામાં આવી હતી.