નવસારીના સાંસદ સીઆર પાટીલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ થયું હેક

નવસારીના ભાજપના સાંસદ સીઆર પાટીલનું ઈન્સ્ટગ્રામ અકાઉન્ટ હેક કરવાની ફરીયાદ સુરત પોલીસને કરવામાં આવી છે. નવસારીના સાંસદે અજાણ્યા ઈસમ દ્વારા અકાઉન્ટ હેક કરાયું હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે.

સાંસદ સીઆર પાટીલે સુરતના પોલીસ કમિશનરને આપેલી ફરીયાદમાં જણાવ્યું છે તેમના ઓફિશિયલ અકાઉન્ટને હેક કરી loissashmoreના નામથી અજાણ્યો ઈસમ ચેટીંગ કરી રહ્યો છે. આ ચેટીંગમાં ઈસમે પોતાનું નામ @kriteshme રાખ્યું છે. ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી ગેરકાયદે રીતે ચેટીંગ કરવામાં આવી રહ્યું છે. આ અકાઉન્ટને બંધ કરાવી કાયદાકીય કાર્યવાહી કરવા માટે સાંસદે પોલીસ કમિશનરને ફરીયાદમાં જણાવ્યું છે.

સાંસદ સીઆર પાટીલે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના સ્ક્રીન શોટ પણ પુરાવા તરીકે પોલીસ સમક્ષ રજૂ કર્યા છે. પોતાનું અકાઉન્ટ હેક થતાં સાંસદની ફરીયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.