ફોટોમાં દેખાતી મહિલા છે ગગનયાનમાં જનારી અર્ધ માનવી વ્યોમમિત્ર, વ્યોમમિત્ર વિશે રજેરજની માહિતી જાણીને થઈ જશો દંગ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ ગગનયાન મિશન માટે બનાવાયેલી હ્યુમનોઇડ(અર્ધ માનવી)ની પ્રથમ ઝલક રિલીઝ કરી છે.આ અર્ધ માનવીનું નામ વ્યોમ મિત્ર રાખવામાં આવ્યું છે.  ઈસરોના વડા કે.કે. સિવને જણાવ્યું કે ડિસેમ્બર 2021માં ભારતનું પ્રથમ માનવયુક્ત અવકાશયાન “ગગનયાન”નાં પ્રેક્ષેપણને ધ્યાનમાં રાખીને ઇસરો ડિસેમ્બર 2020 અને જૂન 2021માં બે માનવરહિત મિશન શરૂ કરશે.

ઈસરોના વડા સિવને “માનવ અવકાશયાન અને સંશોધન: વર્તમાન પડકારો અને ભાવિ ઘટનાઓ” ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કરતાં કહ્યું હતું કે “ગગનયાન” મિશનનો ઉદ્દેશ માત્ર અંતરીક્ષમાં માનવ યાન મોકલાવનો નથ પણ અંતરીક્ષમાં ભારત માટે અંતરીક્ષ કેન્દ્ર સ્થાપિત કરવાનું પણ છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ કાર્ય ત્રણ તબક્કામાં કરી રહ્યા છીએ. ડિસેમ્બર 2020 અને જૂન 2021માં બે માનવરહિત મિશન અને ત્યારબાદ ડિસેમ્બર 2021માં માનવયુક્ત અવકાશયાનનું સંચાલન કરવામાં આવશે. ” નવા અવકાશ કેન્દ્રની બાબતમાં ઇસરોએ ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા બેંગ્લોર નજીક અવકાશયાત્રી તાલીમ કેન્દ્ર શરૂ કર્યું છે.

જૂઓ વીડિયો…

ઈસરો અને નાસા તથા અન્ય અવકાશ એજન્સીઓ અને સાહસો સાથે વાતચીત કરી રહી છે કે તેઓ કેવી રીતે માનવયુક્ત અવકાશયાન પર કામ કરી શકે છે અને તેઓ તેમના અનુભવ પરથી શીખી શકે છે. ‘ગગનયાન’ ઇસરોના આંતર-ગ્રહોના મિશનના લાંબા ગાળાના લક્ષ્યમાં પણ મદદ કરશે. ઇસરોના વડાએ કહ્યું કે, “આંતર-ગ્રહોનું મિશન લાંબા ગાળાના એજન્ડા પર છે.”

‘ગગનયાન’ મિશન અંગે સિવને કહ્યું કે સ્પેસ એજન્સી પહેલાથી ઓછી ભ્રમણકક્ષા માટે 10-ટન પેલોડ ક્ષમતાની ઓપરેશનલ ઓર્બિટ જેવી મહત્વપૂર્ણ ટેક્નિક વિકસાવી અને નિદર્શન કરી ચૂકી છે. તેમણે કહ્યું, “આમાં માત્ર માનવ જીવન વિજ્ઞાન અને જીવન બચાવ પદ્ધતિ જેવા તત્વોનો અભાવ છે જેને હવે વિકસિત કરવામાં આવી રહી છે.”

ઈસરોના વડા સિવને કહ્યું કે ઇસરોએ ‘ગગનયાન’ કાર્યક્રમ માટે અનેક રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ડીઆરડીઓ પ્રયોગશાળાઓ, ભારતીય વાયુ સેના, સીએસઆઈઆર પ્રયોગશાળાઓને સાથે લીધી છે. તેમણે માહિતી આપી હતી કે એરફોર્સના પરીક્ષણ પાયલટ્સમાંથી અવકાશયાત્રીઓની પસંદગી કરવામાં આવી છે. ભારતમાં અંતરિક્ષ ઉડાનની તાલીમ ટૂંક સમયમાં શરૂ થશે. ઘણાં સિમ્યુલેટર અને અન્ય સાધનોના ઉપયોગ સાથે વિશિષ્ટ મિશન સંબંધિત તાલીમ હશે.