સૌથી મોંધો સ્ટાર બનશે અક્ષય કુમાર, નવી ફિલ્મ માટે ચાર્જ કરશે અધધધ આટલા કરોડ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ગૂડ ન્યૂઝ ફિલ્મ દ્વારા પ્રેક્ષકોને ગલીપચી કરાવ્યા બાદ ટૂંક સમયમાં સ્ક્રીન પર પાછો ફરશે. આ વર્ષે તે સૂર્યવંશી, લક્ષ્મી બોમ્બ અને પૃથ્વીરાજ જેવી ફિલ્મો દ્વારા દર્શકો માટે મનોરંજન લઈને આવી રહ્યો છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી સૌથી વધુ કમાણી કરનારા કલાકારોની યાદીમાં બોલિવૂડના ખેલાડી કુમાર ચોથા ક્રમે આવ્યા છે અને હવે લાગે છે કે તે કમાણીની બાબતમાં જલ્દી એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે.

રિપોર્ટ અનુસાર અક્ષય કુમાર તેની નવી ફિલ્મ માટે આશરે 120 કરોડ લેશે. આ ફિલ્મનું દિગ્દર્શન આનંદ એલ. રાય કરશે. આનંદે અગાઉ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોનું નિર્દેશન કર્યું છે. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફીસ પર કમાલ કરી શકી ન હતી પણ ધમાલ જરૂર કરી હતી. ઝીરો બાદ શાહરૂખ ખાન સિલ્વર સ્ક્રીન પરથી અદ્રશ્ય થઈ ગયો છે.

અક્ષયની આ આગામી ફિલ્મમાં સારા અલી ખાન પણ તેની સાથે હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. તેના અન્ય કો-સ્ટાર્સની વાત કરીએ તો ધનુષ પણ આ ફિલ્મમાં અક્ષય સાથે કામ કરી શકે છે. રિપોર્ટ છે કે ફિલ્મના નામ અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી અને બધું હજી ફાઇનલ થવાનું બાકી છે.

વેબસાઇટના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, અક્ષય કુમાર આજે પણ એડવાન્સ ફી માટે જાણીતો છે, તેનું નામ માત્ર થિયેટરોમાં જ લોકોને આકર્ષિત નથી કરતું પરંતુ સેટેલાઇટ અને ડિજિટલમાં પણ પોતાનું સ્થાન ધરાવે છે. અને તેની ટીમનું માનવું છે કે અક્ષયનો અભિનય અને તેની ગૂડવીલને કારણે 100 કરોડ પ્લસ ફીનો હકદાર છે.

આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાના રિપોર્ટ છે. કારણ કે હાલ નવા વર્ષની શરૂઆત થઈ છે અને આ ફિલ્મ આજ વર્ષના અંત સુધી બનીને તૈયાર થઈ જવાની શક્યતા છે. એટલે ડિસેમ્બર સુધીમાં ફિલ્મ રિલીઝ થવાની સંભાવના છે.