અમિતાભના દમદાર અવાજ સાથે રિલીઝ થયું ઝૂંડનું ટીઝર, જૂઓ વીડિયો

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર આવ્યા બાદ હવે ફિલ્મ ‘ઝુંડ’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરની શરૂઆત અમિતાભ બચ્ચનના સંવાદથી થાય છે, જેમાં તેઓ ‘ઝૂંડ નહીં ટીમ કહીએ’ કહી રહ્યા છે. આ ટીઝરમાં અમિતાભ બચ્ચન જોવા મળ્યા નથી, પરંતુ તેમના અવાજમાં ફક્ત સંવાદ જ સંભળાય છે.

ફિલ્મ ‘ઝૂંડ’ના ટીઝરમાં છોકરાઓનો ટોળું જોવા મળે છે. આ છોકરાઓના હાથમાં કેટલાક હથિયાર દેખાય છે. તેમાંથી કેટલાકના હાથમાં સાંકળો છે, કેટલાકના હાથમાં દંડા છે, સાથે કેટલાક લોકો હાથમાં ઇંટો અને પથ્થરો જોઇ શકાય છે. ઇન્સ્ટાગ્રામ પર આ ટીઝર શેર કરતી વખતે અમિતાભ બચ્ચને લખ્યું, ‘JHUND .. !! આ ગયા, આ ગયા…!!

આ પહેલા ફિલ્મ ‘ઝૂંડ નું પહેલું ઓફિશિયલ પોસ્ટર શેર કરતી વખતે બિગ-બી અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘હેશટેગ, ઝૂંડની પહેલી ઝલક’. પોસ્ટરમાં અમિતાભ તેમની પીઠ ફેરવી કેમેરાની સામે બેઠા છે, અને તેઓ ફૂટબોલના મેદાન તરફ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઇએ કે નાગરાજ મંજુલે દિગ્દર્શિત ‘ઝૂંડ’ની વાર્તા સ્લમ સોકરના સ્થાપક એવા વિજય બરસેના જીવન પર આધારિત છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન એવા પ્રોફેસરની ભૂમિકા નિભાવે છે જે શેરી બાળકો સાથે ફૂટબોલની ટીમ બનાવે છે.

જ્યારે અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ ફિલ્મ ‘ગુલાબો સીતાબો’માં અભિનેતા આયુષ્માન ખુરાના સાથે જોવા મળશે. શુજિત સરકાર દિગ્દર્શિત ફિલ્મમાં પહેલીવાર આયુષ્માન ખુરાના અને બિગ-બી સાથે જોવા મળશે. આ સિવાય અમિતાભ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં જોવા મળશે.