IMFએ જીડીપી દર ઘટાડી દીધો, 4.8 ટકા રહેવાનો આપ્યો અંદાજ

આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ- IMF) ભારતીય અર્થ તંત્રમાં વધતા અનુમાનને ખૂબ જ ઘટાડી દીધો છે. નાણાકીય 2019-20 માં ભારતનો જીડીપી દર અંદાજે 4.8 ટકા રહેશે. IMFએ કહ્યું કે ભારત અને તેના જેવા બીજા ઉભરતા દેશોમાં સુસ્તીના લીધે દુનિયાના ગ્રોથ અનુમાનને તેને ઘટાડવા પડ્યા છે. આઈએમએફ એ દાવોસમાં ચાલી રહેલ વર્લ્ડ ઈકોનોમી (WEF)ની બેઠક દરમિયાન આ અનુમાનો રજૂ કર્યા છે.

આ અંગે IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ગ્લોબલ ગ્રોથના અનુમાનમાં 80થી વધુ ઘટાડા માટે ભારત જવાબદાર છે. ગોપીનાથે કહ્યું કે અમે 2019 માટે વૈશ્વિક વિકાસ 2.9 ટકા અને 2020 માટે 3.3 ટકા અંદાજ્યો છે. જે ઓક્ટોબરના અનુમાન કરતા 0.1 ટકા ઓછો છે. તેનો મોટાભાગનો હિસ્સો ભારત માટે અમારા ડાઉનગ્રેડથી આવે છે જે બન્ને વર્ષો માટે ખૂબ જ અગત્યનો હતો.

જ્યારે ગીતા ગોપીનાથને પૂછવામાં આવ્યું કે ભારતની આર્થિક મંદીએ વૈશ્વિક પૂર્વાનુમાનોને કેટલી હદ સુધી અસર કરી છે તો તેમણે કહ્યું, ‘સરળ ગણતરી કહે છે કે આ 80થી વધુ હશે.’ ભારતીય અર્થતંત્રમાં વધતા અનુમાનને ઘટાડવા અંગે ગોપીનાથે કહ્યું કે, ભારતના પેહલા બે ત્રિમાસિકના અનુમાનોની તલુનામાં આપણે નબળા હતાં.

તેમણે કહ્યું કે મુખ્યત્વે રીતે નોન-બેંકીંગ નાણાકીય ક્ષેત્રમાં નરમાઈ અને ગ્રામીણ ક્ષેત્રની આવકમાં નરમાઈ વૃદ્ધિના લીધે ભારતના આર્થિક વિકાસદરના અનુમાનમાં ઘટાડો કરાયો છે. 2020 સુધી ભારતીય અર્થતંત્રમાં 5.8 ટકા જીડીપી રહેવાનો અંદાજો છે અને આગળ જતા 2021 માં સુધરીને 6.5 ટકા રહી શકે છે.

ભારતના અર્થતંત્રને પાટા પર લાવવા માટે ગોપીનાથે કહ્યું કે અમે ભારતને ઉભરતું જોઈએ છીએ. આવતા નાણાકીય વર્ષમાં મહત્ત્વપૂર્ણ રિકવરી આવી રહી છે. સરકારની સામે સૌથી મોટો પડકાર એનપીએની સમસ્યાને દૂર કર્યા વગર વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. ગોપીનાથે એમ પણ કહ્યું કે 2020માં વૈશ્વિક વૃદ્ધિમાં તેજી હજુ ઘણી અનિશ્ચિત બનેલી છે.