ઓસ્ટ્રેલિયન ઓપનમાં પહેલા દિવસે ધુમાડા અને વરસાદને કારણે વિઘ્ન

આજથી શરૂ થયેલી વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં સવારનું સત્ર ધુમાડો હોવા છતાં સારી રીતે ચાલ્યા પછી અહીં વરસાદે વિઘ્ન નાંખ્યું હતું અને તેના કારણે 64માંથી 48 મેચના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો વારો આવ્યો હતો.આ મેચ હવે મંગળવારે રમાશે, જો કે મંગળવારે પણ વરસાદની આગાહી થઇ છે. સોમવારે ટૂર્નામેન્ટ શરૂ થયાના ચાર કલાક પછી અહીં મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે આઉટર કોર્ટ પર મેચ અટકાવી દેવાઇ હતી.

વરસાદને કારણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રજનેશની મેચ આજે રમાશે

ભારતના ટોચના ટેનિસ ખેલાડી પ્રજનેશ ગુણેશ્વરનની ઓસ્ટ્રેલિયન ઓપનમાં પહેલા રાઉન્ડમાં જાપાનન તાત્સુમા ઇટો સામે રમાનારી મેચ વરસાદને કારણે મંગળવાર પર ખસેડવામાં આવી છે. ક્વોલિફાયરમાં હારવા છતાં નસીબના જોરે મુખ્ય ડ્રોમાં પવેશેલા 122માં ક્રમાંકિત પ્રજનેશે સોમવારે જ પહેલા રાઉન્ડની મેચ રમવાની હતી પણ વરસાદને કારણે મેચ મંગળવાર પર ગઇ છે. જો પ્રજનેશ એ મેચ જીતશે તો બીજા રાઉન્ડમાં તેનો સામનો નોવાક જોકોવિચ સાથે થશે.