ઓસ્ટ્રેલિયન ઓપન : ઇલિયટ બેનકથ્રિટે બોલ ગર્લ પાસે કેળુ છોલવાનું કહેતા વિવાદ

સોમવારથી શરૂ થયેલી ઓસ્ટ્રેલિયન ઓપન શરૂ થવા પહેલાની એક ક્વોલિફાયર મેચ દરમિયાન ફ્રાન્સના એક ખેલાડીએ બોલ ગર્લ પાસે કેળુ છોલીને આપવાની કરેલી માગને કારણે વિવાદ સર્જાયો હતો. ફ્રાન્સના ટેનિસ ખેલાડી અને 229મો રેન્ક ધરાવતા ઇલિયટ બેનકથ્રિટ જ્યારે ક્વોલિફાયરની મેચ રમી રહ્યો હતો ત્યારે તેણે મેચ પોઇન્ટ લીધા પછીના બ્રેક લઇને બોલ ગર્લને કેળુ છોલીને આપવાનું કહ્યું હતું, ઇલિયટની આ ગેરવાજબી માગને પગલે બોલ ગર્લે તરત જ ચેર અમ્પાયર ભણી જોયું હતું.જુઓ વીડિયો..

ટેર અમ્પાયરે તરત જ ઇલિયટને કહી દીધું હતું કે જાતે જ છાલ ઉતારી લે. ઇલિયટે બોલ ગર્લ પાસેથી કેળું લઇને કહ્યું હતું કે મારા હાથની આંગળીઓ પર પટ્ટી લગાવેલાી હોવાથી મને કેળુ છોલતા સમસ્યા થાય છે. જો કે તેની આ વાત છતાં તેની માગ ગ્રાહ્ય રખાઇ નહોતી. એ ઉલ્લેખનીય છે કે ઇલિયટને તેની આ હરકતને કારણે સોશિયલ મીડિયા પર ટીકાઓનો મારો સહેવો પડ્યો હતો.