ઉત્તર ભારતમાં ઠંડી યથાવત : દિલ્હીમાં વરસાદની શક્યતા

ઉત્તર ભારતના મોટા ભાગના ભાગોમાં સોમવારે સામાન્ય તાપમાન ફરી નીચે ગયું છે, જેના પરિણામે પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના ધુમ્મસ છવાઈ ગયું હતું અને કાશ્મીર ખીણમાં રસ્તાઓ બરફથી ઢંકાયેલા રહ્યા હતા.   હાડકા થીજવતી ઠંડીને લીધે આપતા હિમાચલ પ્રદેશમાં તાપમાન શૂન્યથી નીચે ઉતર્યું છે. દિલ્હીમાં જો કે, વાદળછાયું વાતાવરણને કારણે લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો જોવા મળ્યો હતો. રવિવારે શહેરમાં લઘુતમ તાપમાન 8.3 ડિગ્રી નોંધાયું હતું, જે રવિવારે 7 ડિગ્રી સેલ્સિયસ હતું, એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે.

રવિવારના 17.7 ડિગ્રી સેલ્સિયસથી સામે મહત્તમ તાપમાન 16.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આઇએમડીએ જણાવ્યું છે કે, મંગળવારે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને સાંજે વરસાદ થવાની સંભાવના છે, દેશના ઉત્તરપશ્ચિમ ક્ષેત્ર પર નવા પશ્ચિમી ડિસ્ટર્બન્સના લીધે અસર પડી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કાશ્મીર ખીણમાં ઠંડીથી રાહત મળી ન હતી કારણ કે લઘુત્તમ તાપમાનમાં પણ કોઇ ફેર પડ્યો ન હતો. ઠંડીના લીધે કાશ્મીર ખીણમાં રસ્તાઓ પર બરફના ઢગલા જોવા મળ્યા હતા જેને લીધે સામાન્ય વાહન વ્યવહારને અસર થઇ હતી.