આ અમેરિકન મહિલાના પગના પંજામાં અંગૂઠાની બાજુમાં બીજો અંગૂઠો વિકસ્યો

અમેરિકામાં એક મહિલાના પગના બેવડા અંગૂઠાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે જેમાં તેના પગના એક પંજામાં અંગૂઠાની બાજુમાં વિકસી રહેલો વધારાનો અંગૂઠો સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો હતો.

ન્યુજર્સીના જાણીતા પોડિયાટ્રિસ્ટ ડો. બ્રેડ શેફરે આ શસ્ત્રક્રિયા કરી હતી જેમાં તેમણે કિઆરા નામની મહિલાના પગના પંજાનો વધારાનો અંગૂઠો દૂર કર્યો હતો. ફૂટ એન્ડ એન્કલ સર્જયન એવા ડો. શેફરે એક પ્રિવ્યુ ક્લિપમાં જણાવ્યું હતું કે કિઆરાનો કેસ ખરેખર રસપ્રદ હતો કારણ કે તેનું શરીર કોઇક કારણોસર તેના પગના પંજામાં એક બીજો અંગૂઠો ઉગાડવા માગતું હતું.

ડો. શેફરે ઓપરેશન કરીને કિઆરાના પગના પંજામાંથી આ વધારાના અંગૂઠાનું હાડકું કાઢી નાખ્યું હતું અને તેના જમણા અંગૂઠાને પરફેક્ટ મિરર ઇમેજ આપી હતી. ડો. બ્રેડ શેફરે કરેલી આ સર્જરી ટીએલસી રીઆલિટી સીરિઝના ગુરુવારની રાતના એપિસોડ ‘માય ફીટ આર કિલિંગ મી’માં પણ દર્શાવવામાં આવી હતી.