કેપ્ટન તરીકે સૌથી ઝડપી 5000 રન પુરા કરવાનો કોહલીનો વિરાટ રેકોર્ડ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે સૌથી ઝડપી 5000 રન પુરા કરવાનો ભારતીય ટીમના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો વૈશ્વિક રેકોર્ડ તોડી નાંખ્યો હતો. કોહલીએ ત્રીજી નિર્ણાયક વન ડેમાં જેવા 17 રન પુરા કર્યા તેની સાથે જ આ રેકોર્ડ તેના નામે થયો હતો. ખાસ વાત એ છે કે કેપ્ટન તરીકે સૌથી ઝડપી 127 ઇનિંગમાં પાંચ હજારી બનવાનો ધોનીના નામે આ રેકોર્ડ નોંધાયેલો હતો, જ્યારે વિરાટે તેનો રેકોર્ડ માત્ર 82 ઇનિંગમાં જ કેપ્ટન તરીકે પાંચ હજારી બનીને તોડી નાંખ્યો હતો. વિરાટ કોહલી વિશ્વ ક્રિકેટના તમામ માજી દિગ્ગજો કરતાં સૌથી ઓછી ઇનિંગ લઇને ઘણો આગળ રહ્યો હતો.

કેપ્ટન તરીકે સૌથી ઝડપી 5000 રન
ખેલાડી                                દેશ                  ઇનિંગ
વિરાટ કોહલી                    ભારત                   82
એમએસ ધોની                 ભારત                   127
રિકી પોન્ટીંગ                 ઓસ્ટ્રેલિયા              131
ગ્રીમ સ્મિથ                 દક્ષિણ આફ્રિકા            135
સૌરવ ગાંગુલી                 ભારત                    136
મહંમદ અઝહરૂદ્દિન          ભારત                    15
અર્જુન રણતુંગા               શ્રીલંકા                   157
સ્ટીફન ફ્લેમિંગ             ન્યૂઝીલેન્ડ                201

100 વાર 50 પ્લસનો સ્કોર બનાવનાર વિરાટ સચિન પછી બીજો ભારતીય

અહીંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવતા 89 રનની પ્રભાવક ઇનિંગ રમી હતી હતી, વન ડે ઇન્ટરનેશનલમાં વિરાટની આ 100મી 50 પ્લસની ઇનિંગ હતી અને આ સિદ્ઘિ મેળવનારો તે સચિન તેંદુલકર પછી માત્ર બીજો ભારતીય ખેલાડી બન્યો હતો. કોહલીએ આ મેચમાં પોતાની 57મી વન ડે અર્ધસદી ફટકારી હતી, આ ઉપરાંત તેના નામે 43 સદી પણ છે. સચિને વન ડેમાં 96 અર્ધસદી અને 46 સદી સાથે 145 વાર 50 પ્લસનો સ્કોર બનાવ્યો છે. વિશ્વ ક્રિકેટના ઇતિહાસમાં આ યાદીમાં સચિન પછી 118 50 પ્લસના સ્કોર સાથે સંગાકારા બીજા અને 112 50 પ્લસના સ્કોર સાથે પોન્ટીંગ ત્રીજા ક્રમે છે, તે પછી જેક કાલિસ 103 વાર સાથે ચોથા ક્રમે છે. તેમાં હવે વિરાટનો ઉમેરો થયો છે.