વન ડેમાં સૌથી ઝડપી 9000 રન પુરા કરનારો રોહિત કોહલી પછી બીજો ભારતીય, વિશ્વમાં ત્રીજો

ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ અહીં ઓસ્ટ્રેલિયા સામેની નિર્ણાયક વન ડેમાં પોતાની વન ડે ઇન્ટરનેશનલ કેરિયરના 9000 રન પુરા કર્યા હતા અને તે સૌથી ઓછી ઇનિંગમાં નવ હજારી બનનારો વિરાટ કોહલી પછી બીજો ભારતીય અને વિશ્વમાં વિરાટ તેમજ એબી ડિવિલિયર્સ પછી ત્રીજા ક્રમે રહ્યો હતો.

રોહિતે જેવા 4 રન કર્યા તેની સાથે જ તેણે 9000 રન પુરા કર્યા હતા અને તેણે આ આંકડો 217મી ઇનિંગમાં અંકે કર્યો હતો. વિશ્વમાં સૌથી ઝડપી 9000 રન પુરા કરવા મામલે વિરાટ કોહલી 194 ઇનિંગ સાથે પહેલા તો એબી ડિવિલિયર્સ 205 ઇનિંગ સાથે બીજા ક્રમે છે. રોહિતે સચિન તેંદુલકર, બ્રાયન લારા અને સૌરવ ગાંગુલીને પાછળ છોડ્યા હતા. ગાંગુલીએ 228 ઇનિંગમાં, તો સચિને 235 અને લારાએ 239 ઇનિંગમાં આ આંકડો અંકે કર્યો હતો.