વારાણસીમાં લાગ્યા પોસ્ટર: “હિન્દુ ધર્મ અપનાવો, CAA-NRCથી મેળવો છૂટકારો”

CAA-NRC લઈને દેશભરમાં થઈ રહેલા તરફેણમાં અને વિરોધમાં દેખાવોની વચ્ચે વારાણસીમાં લગાવાયેલા પોસ્ટરોના કારણે વિવાદ સર્જાવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

વારાણસી હિન્દુ સમાજ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ રોશન પાન્ડેએ આ પોસ્ટરો જારી કર્યા છે. જે વારાસણીના કેટલાક વિસ્તારોમાં પણ લગાવાયા છે. જેમાં મુસ્લિમ મહિલાઓ સહિત મુસ્લિમ સમુદાયને હિન્દુ ધર્મ સ્વીકારીને CAA-NRCથી છુટકારો મેળવવાની અપીલ કરવામાં આવી છે.

રોશન પાન્ડેએ દિલ્હીના શાહીન બાગમાં થઈ રહેલા દેખાવો દરમિયાન લાગેલા હિન્દુ વિરોધી પોસ્ટરોની સામે આ પોસ્ટરો જારી કર્યા હોવાની દલીલ કરી છે.

તેમણે કહ્યુ હતુ કે, શાહીન બાગમાં “હમ દેખેંગે”ના નામથી જે પોસ્ટરો લગાવાયા હતા તેમાં સ્પષ્ટ રીતે હિન્દુઓ પર ઈસ્લામી વર્ચસ્વની સ્થાપના અને હિન્દુઓ પ્રત્યેની નફરતનો સંદેશો દેખાતો હતો. એ પછી મેં આ પોસ્ટર થકી એ લોકોને જવાબ આપ્યો છે.