જૂઓ સુરતનો આ વીડિયો: બસની બારીમાંથી ચઢતા મુસાફરો, સીટ માટે ખેલે છે જીવ સટોસટની બાજી

સુરતમાં GSRTCની બસમાં ચઢતા મુસાફરોનો વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો છે. જીવને જોખમમાં મૂકીને લોકો બસની બારીમાંથી ચઢી રહ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

જૂઓ વીડિયો…

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા રામનગર ચાર રસ્તાથી GSRTCની બસ રવાના થાય છે. દાહોદ-ગોધરા તરફ જતી બસ અહીંથી પસાર થાય છે ત્યારે સીટની મારામારીમાં લોકો પોતાના જીવને જોખમમાં મૂકતા પણ અચકાતા નથી. ચાલુ બસમાં લોકો સીટ મેળવવા માટે બસની બાજુમાં આવેલી બારીઓમાંથી ચઢવાનું જોખમ લઈ લે છે.