સુરત: સગા ભાઈએ બહેનને ગર્ભવતી બનાવી હતી, જન્મેલી નવજાત બાળકીએ હોસ્પિટલમાં દમ તોડ્યો

સુરતમાં અત્યંત ધૃણાસ્પદ કિસ્સો શુક્રવારે બન્યો હતો. સગા ભાઈએ બહેનને ગર્ભવતી બનાવી દેતા સમાજ દ્વારા ભારે ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. સગા ભાઈ દ્વારા દુષ્કર્મ કરવાના લીધે ગર્ભવતી બનેલી બહેને બાળકીને જન્મ આપ્યો હતો અને બાળકીને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવી હતી. જન્મેલી નવજાત બાળકીએ આજે સુરતની સિવિલ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા હતા. સારવાર દરમિયાન બાળકીએ દમ તોડ્યો હતો.

સુરતના પનાસ વિસ્તારમાં રહેતા સગીર ભાઈએ તેની 18 વર્ષની માનસિક અસ્થિર બહેન સાથે અનૈતિક સંબંધ બાંધ્યો હતો. આ સંબંધોના કારણે બહેનને ગર્ભ રહી ગયો હતો અને તેણે શુક્રવારે બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપ્યા બાદ તેને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવી હતી.

બનાવની વિગત એવી છે કે સુરતના પનાસ ગામ ખાતે ત્રણ દિવસ પહેલાં આવાસ પાસે કચરાપેટીમાં ફેંકાયેલી નવજાત બાળકી મળી આવી હતી. કાતીલ ઠંડીમાં કચરાપેટીમાં ફેંકાયેલી નવજાત બાળકીને  સારવાર માટે નવી સિવિલ હૉસ્પિટલમાં ખસેડાઇ હતી. બાળકીનો જન્મ તે મળી તેના પાંચથી સાત કલાક પહેલા જ થયો હોય અને તેની નાળ ઉપર હોસ્પિટલમાં મારવામાં આવતો ક્લેમ્પ ન હોય ડીલીવરી ઘરમાં જ થઇ હોવાની શક્યતાના આધારે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી.

બાળકીને તરછોડી દેનાર નજીકમાં જ રહેતી 18 વર્ષની યુવતી છે અને તે માનસિક બિમાર હોવાની વિગત સામે આવી હતી. જોકે આ યુવતી તેના 17 વર્ષીય ભાઈ સાથે રહેતી હોવાની વિગત સામે આવતા પોલીસે તેને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી જોકે આ યુવતી ની પૂછપરછ કરતા યુવતીના નિવેદને લઇને પોલીસ પણ ચોકી ગઈ હતી આ બાળકો પિતા અન્ય કોઈ નહી પણ તેના 17 વર્ષીય સગા ભાઈ સાથે શરીર સંબંધ બાંધતા તે ગર્ભવતી થઇ હતી.

પોલીસે ભાઈ-બહેનની પૂછપરછ કર્યા બાદ સામે આવેલી હકીકત જોઈને ચોંકી ઉઠી હતી. પોલીસે ભાઈને હાલ અટકમાં લીધો છે. જ્યારે ત્રણ દિવસ સુધી સુરતની સિવિલ હોસ્પિટલનાં ઈન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર બાદ બાળકીનું આજે સવારે મોત નિપજ્યું હતું.