ભાજપમાં હવે નડ્ડા યુગ : જગત પ્રસાદ નડ્ડા બન્યા નવા અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનીિ જાહેરાત કરી દેવામાં આવી છે. જગત પ્રકાશ નડ્ડા કે જેઓ જેપી નડ્ડાના નામથી ઓળખાય છે તેમને ભાજપના હેડક્વાર્ટરમાં બિનહરીફ ભાજપના નવા અધ્યક્ષ તરીકે ચુંટી કાઢવામાં આવ્યા હતા. પક્ષના નવા અધ્યક્ષની ચૂંટણી માટે દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલા પક્ષના હેડક્વાર્ટર પર અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી સહિતના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

આ ચૂંટણીની તૈયારી બાબતે શનિવારથી જ ભાજપ હેડક્વાર્ટરમાં મેરેથોન બેઠકનો દોર શરૂ થયો હતો. બેઠકમાં ઉત્તરપ્રદેશના મુ્ખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો અને મહામંત્રીઓ હાજર રહ્યા હતા. આ પદે નડ્ડાને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માત્ર નડ્ડા તરફથી જ ઉમેદવારી નોંઘાવવામાં આવી હતી. હિમાચલ પ્રદેશના માજી મુખ્યમંત્રી નડ્ડા પાસે સંગઠનનો સારો અનુભવ છે અને તેઓ જૂન 2019માં કેન્દ્રમાં ફરી ભાજપની સરકાર બની ત્યારે પક્ષના અધ્યક્ષ બન્યા હતા. નડ્ડાએ આજે સત્તાવાર રીતે હાલના પાર્ટી અધ્યક્ષ અમિત શાહનું સ્થાન લીધું છે. આ ચૂંટણી પ્રક્રિયા માટે તમામ કેન્દ્રિય મંત્રીઓ અને ભાજપ પદાધિકારીઓને ભાજપના હેડક્વાર્ટરમાં સોમવારે સવારે 10 વાગ્યે હાજર રહેવા કહેવાયું હતું.