પુલવામામાં સેનાએ ત્રણ આતંકીને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામાના જિલ્લામાં સોમવારે આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટર દરમિયાન સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કરી દીધા છે. હાલ અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સોમવારે સવારે સેનાને પપ રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીરની સ્પેશિયલ પોલીસની ટીમને વાચીમાં આતંકીઓ હોવાની માહિતી મળી હતી. ત્યારપછી સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું.

સર્ચ ઓપરેશન દરમિયાન એક ઘરમાંથી આતંકીઓએ સેના પર ફાયરીંગ શરૃ કરી દીધું હતું. ત્યારપછી એન્કાઉન્ટરમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓની ઓળખ આદિલ શેખ અને વસીમ વાની તરીકે થઈ છે, જ્યારે ત્રીજા આતંકીની ઓખળ હજી બાકી છે.  આદિલ શેખ 29-સપ્ટેમ્બર- 2018 માં આદિલ શેખ તે સમયના ધારાસભ્ય એઝાઝ મીરના ઘરેથી 8 હથિયાર લૂંટવામાં પણ આરોપી હતો. આ પહેલા 15 જાન્યુઆરીએ ડોડા જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ ઘટનામાં સેનાએ એક આતંકીને ઠાર કરી દીધો હતો.

આતંકીઓ સામે સર્ચ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ આતંકી પકડાયો નહોત. આ પહેલા 12 જાન્યુઆરીએ સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતાં. દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં ગુલશાન પોરામાં સેના સાથે અથડામણમાં ત્રણ આતંકી ઠાર થયા હતાં. તેમાં આતંકીઓની ઓળખ ઉમર ફયાઝ લોન ઉર્ફે હમદ ખાન, આદિલ બશીર મીર ઉર્ફે અબુ દુજાના અને ફૈઝાન હામિદ તરીકે કરવામાં આવી હતી. તે દરેક ત્રાલમાં રહેતા હતાં. ઉમર અને આદિલ હિજબુલ મુઝાહિદ્દીનના સંપર્કમાં હતાં, જ્યારે ફૈઝન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હતો.