પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવો છો તમારી મહેનતની કમાણી? તો લાગી શકે છે મોટો ઝટકો

EPFO સાથે જોડાયેલા લાખો પગારદાર કર્મચારીઓને ટૂંક સમયમાં મોટો આંચકો લાગી શકે છે. એવી અટકળો છે કે EPFOના વ્યાજ દરોમાં ટૂંક સમયમાં ઘટાડો કરી શકે છે. તાજેતરમાં એવા રિપોર્ટ આવ્યા છે કે આ નાણાકીય વર્ષમાં વ્યાજ દરમાં 15થી 25 બેઝીક પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. જો આવું થાય, તો કર્મચારીઓના PF અકાઉન્ટમાં તેમની મહેનતની કમાણી પર અપેક્ષા કરતા ઓછું રિટર્ન મળશે.

અત્રે નોંધનીય છે કે લાખો પગારદારોને નિયમિતપણે તેમના પગારનો એક ભાગ EPFO પાસે જમા કરવાનો હોય છે. ભવિષ્ય માટે જમા કરાયેલી રકમ પર પર વર્ષનાં અંતે વ્યાજ મળે છે. જો આ અટકળો સાચી સાબિત થાય છે, તો તે 31 માર્ચ 2020ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ પહેલાં આંચકો લાગશે. EPFO દ્વારા 2018-19માં 8.65 ટકાના દરે વ્યાજ આપ્યો છે.

સરકારી કર્મચારીઓને ટાંકતા મીડિયા રિપોર્ટમાં એવી આશંકા દર્શાવવામાં આવી છે કે અર્થવ્યવસ્થામાં મંદી અને તથા રિટર્ન મળવામાં થઈ રહેલા વિલંબના કારણે  કર્મચારીઓને આંચકો આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં જો વ્યાજના દરમાં પણ 15થી 25 બેઝીક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવે તો તે આશ્ચર્યજનક ન હોવું જોઈએ.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં EPFO ના વાર્ષિક દરની જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 2018-19માં 8.65 ટકાના દરે ચૂકવણી કર્યા બાદ EPFO પાસે 151 કરોડની વધારાની રકમ હતી. જ્યારે 2017-18માં ચુકવણી પછીની આ વધારાની રકમ 586 કરોડ રૂપિયા હતી.