આવા જોરદાર કારણોસર કેજરીવાલ ઉમેદવારી પત્ર ભરી શક્યા નહીં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રોડ શોમાં તમામ સમય હોવાને કારણે સોમવારે નોમિનેશન ફાઇલ કરી શક્યા નહીં. કોનોટ પ્લેસ પરનો રોડ શો પૂરો કર્યા પછી તેમણે કહ્યું કે, હવે ત્રણ વાગ્યા સુધી નામાંકન ભરવાનો સમય હતો, પણ સમય પુરો થતાં હવે મંગળવારે તે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી આખા પરિવાર સાથે ફોર્મ ભરશે.

સીએમ કેજરીવાલે કહ્યું કે, રોડ શો દરમિયાન, લોકોએ મારા પ્રત્યે અપાર પ્રેમ દર્શાવ્યો. હું મારા લોકોને છોડીને નોમિનેશન માટે જઈ શક્યો નહીં. હવે પછીના પાંચ વર્ષમાં પણ દિલ્હીમાં આવી જ રીતે વિકાસ થશે. તેમણે કહ્યું કે તેઓ આજે (સોમવારે) નોમિનેશન ફાઇલ કરવા માંગતા હતા. પરંતુ તેમને જણાવાયું છે કે બપોરે ત્રણ વાગ્યે ઓફિસ બંધ થઈ ગઈ. હું લોકોને રોડ શોમાં કેવી રીતે છોડી શકું? આથી મંગળવારે ઉમેદવારી નોંધાવવામાં આવશે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે વાલ્મિકી મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ રોડ શો શરૂ કર્યો હતો. આ પ્રસંગે તેમના પરિવાર ઉપરાંત પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સંજય સિંહ શામેલ હતા. મોટી સંખ્યામાં સ્થાનિકો પણ રોડ શોમાં પહોંચ્યા હતા.

કેજરીવાલનો રોડ શો સમયપત્રક મુજબ પટેલ ચોક પર સમાપ્ત થવાનો હતો, પરંતુ રોડ શોને કોનોટ પ્લેસના હનુમાન મંદિરમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી જ કેજરીવાલ ચાલ્યા ગયા હતા. રોડ શો પછી તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના હતા પરંતુ બપોરના ત્રણ વાગ્યા સુધીનો સમય હતો અને સમયના અભાવે તેઓ ઉમેદવારી પત્ર ભરવાનું મુલત્વી રાખ્યું અને મંગળવારે ફાઇલ કરવાનું નક્કી કર્યું.

તમને જણાવી દઈએ કે કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી સતત ત્રીજી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક તેમણે બે વાર જીતી છે. અગાઉ તેમણે 2013માં તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિત વિરુદ્ધ પ્રથમવાર ઉમેદવારી કર હતી અને શીલ દિક્ષીતને ડિપોઝીટ પણ ડૂલ કરી દીધી હતી. કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભાથી જીતીને 2015માં બીજી વખત મુખ્યમંત્રી બન્યા. આપના નેતાઓનું કહેવું છે કે, આ વખતે તે જીત્યા બાદ હેટ્રિક નોંધાવા તેઓ તૈયાર છે.