મધુરિમા તુલીની બીગ બોસ બાબતે ટિ્વટર પર ઉતરી પીડા

બિગ બોસ 13માંથી ગત અઠવાડિયે મધુરિમા તુલીએ ઘરમાંથી બહાર થવું પડ્યું હતું. વિશાલ આદિત્ય સિંહ સાથે થયેલા ઝઘડો અને તે પછી તેની પેન વડે પીટાઇ કરવા બદલ મધુરિમા તુલીએ ઘર છોડવાનો વારો આવ્યો હતો. તેણે આ કારણે બિગ બોસ છોડતા પહેલા બે દિવસ ઘરમાં બનાવાયેલી જેલમાં પણ કાઢવા પડ્યા હતા. બિગ બોસમાંથી બહાર આવ્યા પછી આ અભિનેત્રીએ પોતાના મનની પીડા ટિ્વટર પર ઠાલવી હતી. તેણે દર્શકોની માફી માગી હતી અને સાથે જ સિદ્ધાર્થ શુક્લા, શહનાઝ ગિલ, આસિમ રિયાઝ અને આરતી સિંહનો આભાર માન્યો હતો. તેણે કરેલા આ બે ટિ્વટ સોશિયલ મીડિયા પર વાયરલ બની હતી.

મધુરિમા તુલીએ બિગ બોસ બાબતે ટિ્વટ કરતાં લખ્યું હતું કે હું એ દર્શકો પાસે માફી માગુ છું કે જેમને મારા આ પગલાથી તકલીફ થઇ છે. મારા આત્મસન્માન પર એ ઘરમાં 24X7 સતત પ્રહાર કરવામાં આવતો હતો. જે હું વધુ સમય સુધી સહન કરી શકતી નહોતી. એ વ્યક્તિ દ્વારા ઇગ્નોર થવું મારા માટે સરળ નહોતું, જેની પાસેથી મને સૌથી વધુ આશા હતી અને એ વ્યક્તિ જ મારા નોમિનેશનનું કારણ બની. આ પહેલા મધુરિમાએ અન્ય એક ટિ્વટ કરી હતી, જેમાં લખ્યું હતું કે હું સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલનો હૃદયના ઉંડાણેથી મને સમજવા અને મારી લાગણીઓની કદર કરવા માટે આભાર માનુ છું. આરતી સિંહ અને આસિમ રિયાઝ હંમેશા મારો સાથ આપવા માટે તમને લોકોને ઘણો પ્રેમ.