માતાને હનીમૂન પર સાથે લઈ જવાનું દિકરીને ભારે પડ્યું, જમાઈ સાથે મળીને કર્યું ખતરનાક કામ કે જાણીને ચોંકી જશો

એક મહિલાએ મેરેજ અને હાર્ટબ્રેકની પીડાદાયક સ્ટોરી શેર કરી છે. લોરેન વોલ નામની મહિલાએ જણાવ્યું છે માતાને હનીમૂન પર સાથે લઈ જવાનું કેટલું ભારે પડી ગયું કે થોડા દિવસો બાદ કશુંક બની ગયું. લોરેન માટે હનીમૂન એક ભયાનક રાત બનીને રહી ગયું છે.

mirror.co.uk ના રિપોર્ટ મુજબ લંડનના ટ્વિકનહામની લોરેન તેના લગ્ન પછી એટલી ખુશ હતી કે તેણે તેની માતાને પણ હનીમૂન પર સાથે લઈ ગઈ. આ સમય દરમિયાન તેના પતિ અને માતા વચ્ચે એક અલગ જ પ્રકારની કેમેસ્ટ્રી જોવા મળી હતી. તેની માતા અને જમાઈ બંને હળી-મળીને રહેતા હતા અને તેમના કોઈને શંકા પણ જઈ શકે નહીં એવી રીતે સાવચેતીપૂર્વક વ્યવહાર પણ કરતાં હતા.

પરંતુ લગ્નના માત્ર આઠ અઠવાડિયા પછી, લોરેનને સત્યની ખબર પડી ગઈ. પતિ પોલ ઘરની બહાર નીકળી ગયો અને લોરેનની માતા સાથે રહેવા લાગ્યો. પછી નવ મહિના પછી માતાએ પણ પોલના બાળકને જન્મ આપ્યો. શરૂઆતમાં માતાએ જમાઈ સાથેના સંબંધને નકારી કાઢવાનો પ્રયાસ કર્યો. આ સમય દરમિયાન  લોરેનને લાગ્યું કે તેની દુનિયા ખલાસ થઈ ગઈ છે. બે લોકો પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો એ બન્નેએ તેની સાથે છેતરપિંડી કરી હતી.

લોરેને કહ્યું કે માતાએ જે કર્યું છે એ સૌથી ખરાબ વસ્તુ પૈકીની એક છે.તે ક્યારેય તેની માતાને માફ કરી શકશે નહીં.

લોરેને ઓગસ્ટ 2004માં લગ્ન કર્યા હતા. જ્યારે 2005માં  લોરેનની માતા જુલી પોલના બાળકની માતા બની. પરંતુ જુલી અને પોલે 2009માં સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં લોરેન પણ શામેલ હતી. લોરેને એવી વ્યક્તિને પોતાની માતા સાથે લગ્ન કરતાં જોઈ કે જે વ્યક્તિ એક સમયે તેનો પતિ હતી. એક સ્ત્રી અને એક મહિલા માટે આનાથી ખતરનાક વસ્તુ શું હોઈ શકે છે. લગ્ન ટાણે જૂલી અને પોલ એકબીજાને વચન આપી રહ્યા હતા અને લોરેન માત્ર મૂગામોઢે આ બધું જોતી રહી અને સહન કરતી રહી.

વર્ષો પછી પણ લોરેનને આ ઘટનાનું દર્રદ સતાવી રહ્યું છે. આ વાતને જાહેર કરવામાં તેને માનસિક રીતે તૈયાર થવામાં 10 વર્ષનો સમય લાગી ગયો. આજકાલ લોરેન એક દાર્શનિક રીતે લગ્નમાં ભંગાણની ચર્ચા કરી રહી છે. બીજી તરફ લોરેનની માતા હજી પણ તેના પૂર્વ જમાઈ સાથે રહી રહી છે, ત્યારે લોરેનને એક નવો જીવનસાથી મળ્યો છે. લોરેન હવે તેના ચોથા બાળકની માતા બનવા જઈ રહી છે. પરંતુ તે કહે છે – મારો રસ્તો સરળ ન હતો, તે ઘટનાની અસર મારા બધા જ ભવિષ્યના સંબંધો પર થઈ હતી.

જ્યારે તેણે લોરેનના દાવાઓ વિશે પોલ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેણે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો અને  માતા જુલીએ કહ્યું- ‘અમે લગ્ન કર્યા છે. અમારો ક્યારેય અફેર રહ્યો નથી. આ સાચું છે.