પાથરીને સાઈ બાબાનું જન્મ સ્થળ ગણવાના વિરોધમાં શિરડી સજ્જડ બંધ, ભક્તો માટે ખૂલ્લું રહ્યું મંદિર

મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ પાથરીને સાંઈ બાબાના જન્મસ્થળ ગણાવી વિકાસ માટે 100 કરોડની ફાળવણીની જાહેરાત કરતા જ આ વિવાદ ઉભો થયો છે. આજે શિરડીની તમામ દુકાનો રવિવાર સવારથી બંધ હતી.. લોકો રસ્તાઓ પર વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે સાંઇ સાંઇ બાબા ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું હતું. આના કારણે મંદિરમાં ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી.

ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને ‘પ્રસાદલય’ અને ‘મંદિર રસોડું’ પર વિશેષ વ્યવસ્થા કરી છે. મંદિર ટ્રસ્ટ અને અહેમદ નગર મ્યુનિસિપલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે શહેરની તમામ દુકાન બંધ છે. આવી સ્થિતિમાં ભક્તોની સુવિધાની કાળજી લેતા પ્રસાદાલય અને મંદિરનું રસોડું ખુલ્લું રાખવામાં આવ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રસાદલય અને મંદિરના રસોડાની બહાર ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો લાઈનમાં નાસ્તો અને લાડુ લઈ રહ્યા છે. સ્થાનિક ભાજપ નેતા સચિન તંબે પાટીલે બંધને સંપૂર્ણ સફળ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તમામ કમર્શિયલ, દુકાનો, રેસ્ટોરાં અને ઓટો રીક્ષા તથા અન્ય ખાનગી વાહનો બંધ છે. આ બંધને 25 ગામોએ ટેકો આપ્યો છે. જોકે, મંદિર ખુલ્લું છે અને ભક્તો પણ આવી રહ્યા છે. બપોર બાદ શિરડીમાં રેલી પણ કાઢવામાં આવી હતી.

કેટલાક શ્રદ્ધાળુઓ પાથરીને સાઈબાબાનું જન્મ સ્થળ માને છે જ્યારે શિરડીમાં લોકોનું માનવું છે કે સાઈ બાબાનું જન્મ સ્થળ અંગે કોઈને જાણકારી નથી.

હવે શિરડી વિવાદ સૂલઝાવવા મુખ્યમંત્રી ઠાકરેએ આવતીકાલે એટલે કે સોમવારે બેઠક બોલાવી છે. અને આ બેઠકમાં તેઓ મંદિર ટ્રસ્ટ સાથે વિવાદનો ઉકેલ આણવાના પ્રયાસો કરશે. આ બેઠકમાં સાઈ બાબા ટ્રસ્ટના મુખ્ય કાર્યકાર અધિકારી દિપક મુગલીકર, સાંસદ લોખંડે, ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલ અને હાજર રહેવાના છે.

શિવસેવા સાંસદ સદાશિવ લોખંડેએ પોતાને સાઈ ભક્ત બતાવી જણાવ્યું હતું કે સોમવારે મુખ્યમંત્રી ઉદ્વ ઠાકરેને તેઓ મળવા જવાના છે. શિરડીમાં જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓ પાથરીના વિકાસનો વિરોધ કરતા નથી. મુખ્યમંત્રીએ પાથરીને સાઈ બાબાના જન્મસ્થળ કહ્યું છે એટલે લોકો નારાજ થયા છે. મુખ્યમંત્રી સાથે આની ચર્ચા કરીશ અને ઉકેલ માટેના તમામ પ્રયાસો કરીશ.