…અને કલેક્ટરે ભાજપના નેતાને લાફા પર લાફા જડી દીધા

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં રવિવારે સુધારેલા નાગરિકતા અધિનિયમ (CAA) ના સમર્થનમાં તિંરગા યાત્રા કાઢી રહેલા ભાજપ કાર્યકરો અને વહીવટી તંત્ર વચ્ચે ઘર્ષણ થયું હતું. રાજગઢના કલેક્ટર નિધિ નિવેદિતાએ કલમ 144 લાગુ થવાને કારણે ભાજપના કાર્યકરોને પ્રદર્શન કરતા અટકાવ્યા હતા, પરંતુ તેઓ સહમત ન હતા. આ દરમિયાન કલેકટરે કાર્યકરો સાથે ઉગ્ર ચર્ચા કરી નેતાને થપ્પડ માર્યા હતા.

આ દરમિયાન વિવાદ વધતો ગયો અને પોલીસ તેમજ કલેક્ટર ભાજપના કાર્યકરોને કાબૂમાં લેવા માટે જહેમત કરતાં જોવા મળ્યાં. પરિસ્થિતિ વધુ વણસી જતા પોલીસે લાઠીચાર્જ કર્યો જેમાં બે કાર્યકરોન ઈજા પહોંચી હતી.

લાફા જડી દેનારા કલેક્ટર નિધિ નિવેદિતા
લાફા જડી દેનારા કલેક્ટર નિધિ નિવેદિતા

રાજગઢ મથક ખાતે સુધારેલા નાગરિકતા અધિનિયમ (સીએએ) ના સમર્થનમાં ભાજપના કાર્યક્રમની કલમ 144 લાગુ થવાને કારણે મંજૂરી નથી. તેમ છતાં, કાયદાની પરવા કર્યા વિના ભાજપ ભેગા થઈ. કલેકટર નિધિ નિવેદિતા અને રાજગઢના પોલીસ અધિક્ષકએ ભાજપના કાર્યકરોને રોકવા માટે પ્રયત્નશીલ પ્રયાસ કર્યા હતા પરંતુ ભાજપના કાર્યકરોએ સાંભળ્યું ન હતું. ભાજપના કાર્યકરોએ રેલી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ વહીવટ અને ભાજપના નેતાઓ વચ્ચે બે વખત અથડામણ થઈ હતી.

દરમિયાનમાં મહિલા અધિકારીઓ સાથે અશ્લીલતા અને તેમના કપડા ફાડાવવાની ઘટના પણ બની હતી. વધુ તંગદિલી થતાં લાઠીચાર્જ કરવામાં આવ્યો જેમાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તિરંગા યાત્રાએ નીકળ્યા હતા. કલેક્ટર નિધિ નિવેદિતા કાર્યકરોને સમજાવ્યા બાદ યાત્રા અટકાવવા પહોંચ્યા હતા. રેલી અંગે કાર્યકરો સાથે માથાકૂટ થઈ હતી. કલેક્ટર નિધિ નિવેદિતા સાથે માથાકૂટ થતાં રેલી કાઢવા માંગતું ટોળું અડી ગયું હતું અને પોલીસ તથા કાર્યકરો વચ્ચે ઘર્ષણ વધી ગયું હતું. પરિસ્થિતિ વણસી જતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જમાં ભાજપના બ કાર્યકરોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે ભાજપના 10થી 15 કાર્યકરોની ધરપકડ કરી હતી.