શબાના આઝમીને નડ્યો અકસ્માત,કારનો ભૂક્કો બોલાયો, જાવેદ અખ્તરનો ચમત્કારિક બચાવ

ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીને મુંબઈ-પૂણા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો છે. આ અક્સ્માતમાં શબાનાને ગંભીર રીતે ઈજા પહોંચી છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની કારનો કુડદો વળી ગયો હતો. જ્યારે જાવેદ અખ્તરનો ચમત્કારિક બચાવ થયો છે.

MGM હોસ્પિટલના સૂત્રોએ સત્તાવાર રીતે જણાવ્યું કે શબાના આઝમીને સામાન્ય પ્રકારની ઈજા થઈ છે અને ગભરાવાની જરૂર નથી. તેમને નાક પર ઈજા પહોંચી છે. હજુ સુધી તેમને અન્ય કોઈ ઈજા થઈ હોવાનું હોસ્પિટલે ઈન્કાર કર્યો છે. ડાયોગનિસીસ કરવામાં આવી રહ્યું ચે. હાલ તેઓ આઘાતમાં છે અને સારવાર ચાલી રહી છે તેમની હાલત સ્થિર છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે શબાના આઝમી ડ્રાઈવર સાથે મુંબઈ-પૂણા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ખાલાપુર પાસે અકસ્માત નડ્યો હતો. તેઓ પૂણાથી મુંબઈ આવી રહ્યા હતા. અચાનક ધસી આવેલી ટ્રકે શબાના આઝમીની કારને ટક્કર મારી હતી. જેમાં કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો. તેમને તાત્કાલિક MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગીતકાર અને શબાના આઝમીના પતિ જાવેદ અખ્તર પણ કારમાં બેઠેલા હતા. જાવેદ અખ્તરનો ચમત્કારિક બચાવ થયો હતો. ટાટા સફારીમાં આ ફિલ્મી દંપતી મુંબઈ પરત ફરી રહ્યું હતું ત્યારે આ બનાવ બન્યો હતો.