કેમ છો મિસ્ટર પ્રેસિડન્ટ: હાઉડી મોદી સ્ટાઈલે અમદાવાદમાં યોજાશે ઈવેન્ટ, વિશ્વના શક્તિશાળી નેતા ટ્રમ્પ આવશે અમદાવાદ

અમેરિકામાં આ વર્ષના નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. અમેરિકામાં રહેતા મૂળ ભારતીય વોટર્સને રિઝવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે હાઉડી મોદી જેવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તેવી સંભાવના છે.

ગયા વર્ષે નવેમ્બરમાં અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત લોકપ્રિય હાઉડી પ્રોગ્રામની સફળતા બાદ ટ્રમ્પ પણ ભાજપના ગઢ મનાતા ગુજરાતમાં આવા જ એક કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. આ કાર્યક્રમ અમદાવાદમાં યોજાઈ શકે છે. ફેબ્રુઆરીમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની સૂચિત મુલાકાત દરમિયાન આ કાર્યક્રમનું આયોજન થવાના અણસાર મળી રહ્યા છે.

ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમની તૈયારી કરી રહેલા કેટલાક લોકોના જણાવ્યા મુજબ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતના ત્રણ દિવસ દરમિયાન  જો તેઓ દિલ્હી સિવાય અન્ય કોઈ શહેરમાં જશે તો તે અમદાવાદ હશે. અમદાવાદમાં આવા કાર્યક્રમ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી પણ ટ્રમ્પની સાથે આ કાર્યક્રમમાં જોડાશે.

રિપોર્ટમાં જણાવાયા મુજબ  હાઉડી મોદીની જેમ જ ગુજરાતી મૂળના અમેરિકન નાગરિકો પણ હાઉડી ટ્રમ્પ(કેમ છો મિસ્ટર પ્રેસિડન્ટ) કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન ટૂંકા ગાળી કેટલીક સમજૂતીઓ પણ બન્ને દેશો થવાની શક્યતા છે.

આ સમજૂતીઓમાં અમેરિકન કંપનીઓને ભારતીય બજારમાં પ્રવેશવાની તક મળશે. જ્યારે યુએસ ફરીથી ભારતને તેના દેશમાં વ્યવસાય કરવાની છૂટ આપશે, જેના પર ગયા વર્ષે ટ્રમ્પ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો.