મુંબઇમાં 2013 પછીનું સૌથી નીચું તાપમાન નોંધાયું : કાશ્મીર-ફિમાચલમાં ફરી બરફવર્ષા

શુક્રવારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં તાજી બરફવર્ષા અને મેદાની પ્રદેશોમાં હળવા વરસાદને પગલે મહત્તમ તાપમાનમાં મધ્યમ વધારો થયો હતો, પરંતુ મુંબઇ અને તેના સબબર્ન વિસ્તારોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થતાં મહાનગરમાં શિયાળાની ઠંડી જોવા મળી હતી.  દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના વરસાદના કારણ કે સવારે ગાઢ ધુમ્મસ છવાયુ હતુ જેને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી.

ઉત્તર પ્રદેશમાં બરફવર્ષા અને વરસાદ બાદ તાપમાનમાં વધારો થયો છે જ્યારે મુંબઇ અને તેના પરા વિસ્તારના લોકોએ શિયાળાની ઠંડીનો અહેસાસ કરવાનું શરૂ કર્યું કારણ કે શહેરનું આ સિઝનનું સૌથી નીચું તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આઈએમડીની કોલાબા વેધશાળામાં લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી અને સાન્તાક્રુઝ હવામાન મથકે તાપમાનનો પારો 11.4 ડિગ્રીએ નોંધાયો હતો. આઈએમડીએ જણાવ્યું હતું કે, 2013 પછી ઉપનગરોમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન 11.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

શનિવારે સવારે દિલ્હી અને યુપીના કેટલાક ભાગોમાં પણ ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ હતી અને તેને લીધે વિઝીબિલીટી પણ ઓછી થઇ હતી. એમ ભારતના હવામાન વિભાગે જણાવ્યું હતું. વરસાદ પછી 283 ની એક્યુઆઈ સાથે દિલ્હીની હવાની ગુણવત્તા ‘નબળા’ સ્તર પર રહી હતી. હિમાચલનાં પર્યટન સ્થળો કુફરી, ડેલહાઉસી અને સિમલામાં તાજી બરફવર્ષા જોવા મળી હતી. કુફરીમાં ગુરુવારથી 10 સે.મી. અને ડેલહાઉસીમાં 5 સે.મી. બરફવર્ષા થઇ છે, એમ હવામાન વિભાગના અધિકારીએ સિમલામાં જણાવ્યું હતું.

સિમલા અને રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં પણ હળવી બરફવર્ષા જોવા મળી હતી. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ આગાહી કરી છે.  ચાર દિવસ બાદ જમ્મુ અને શ્રીનગર નેશનલ હાઇ વે વન વે ટ્રાફિક માટે ખુલ્યો હતો.