પોર્ન વીડિયોમાં સબટાઇટલ ન હોવાથી બહેરા વ્યક્તિએ 3 પોર્ન સાઇટ પર કેસ ઠોક્યો

ન્યૂયોર્કમાં રહેતા એક બહેરા વ્યક્તિએ ત્રણ પોર્ન સાઇટ પર ભેદભાવનો આરોપ મુકીને કેસ ઠોક્યો છે. તેનું કહેવું છે કે સબટાઇઠલ વગર તે આ પોર્ન સાઇટ પર ઉપલબ્ધ સામગ્રીનો પુરોપુરો આનંદ માણી શક્યો નહોતો. બ્રુકલિન ફેડરલ કોર્ટમાં ગુરૂવારે થેલી આ અરજીમાં યારોસ્લાવ સુરિજ નામક વ્યક્તિએ પોર્નહબ, રેડટ્યૂબ અને યૂપોર્ન તેમજ તેની કેનેડિયન મુખ્ય કંપની માઇન્ડગીક સામે કેસ નોંધાવ્યો છે. તેણે કહ્યું હતું કે તેઓ અમેરિકન્સ વિથ ડિસેબિલીટી એક્ટ (વિકલાંગો માટેનો અમેરિકન કાયદો)નું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ પહેલા સુરિજ આ મામલે ફોક્સ ન્યૂઝ સામે પણ કેસ દાખલ કરી ચુક્યો છે.

તેણે કહ્યું હતું કે ઓક્ટોબર અને અઆ મહિને કેટલાક વીડિયો તે જોવા માગતો હતો, પણ જોઇ શક્યો નહોતો. સુરિજે પોતાનીિ 23 પાનાની અરજીમાં લખ્યું છે કે સબટાઇઠલ વગર બહેરાઓ અને જેમને ઓછુ સંભળાય છે તેવા લોકો આ વીડિયોનો પુરો આનંદ માણી શકતાં નથી, જ્યારે સામાન્ય લોકો તેનો પુરો આનંદ માણી શકે છે. સુરિજે કહ્યું હતું કે પોર્ન સાઇટ સબટાઇટલ આપે તેવું હું ઇચ્છું છું. તેણે આ કંપનીઓ પાસે વળતરની પણ માગ કરી છે. પોર્નહબ વેબસાઇટના વાઇસ પ્રેસિડન્ટ કોરી પ્રાઇસે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે વેબસાઇટ પર સબટાઇટલનું સેકશન અલગ છે અને તેની લિન્ક પણ આપવામાં આવી છે.