દિલ્હીની સત્તા ભાજપના હાથમાં આવતાં ગેરકાયદે મસ્જિદો-મદ્રેસાઓ અને કબ્રસ્તાનો તોડી પડાશે

પશ્ચિમી દિલ્હીની લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રવેશ સાહિબસિંહ વર્માએ શનિવારે કહ્યું હતું કે ભાજપ દિલ્હીની સત્તામાં આવશે તો સરકારી જમીન પર બંધાયેલા ધાર્મિક સ્થળોના અતિક્રમણને દુર કરવામાં આવશે.

પ્રવેશ સિહેબસિંહ વર્માએ જણાવ્યું હતું કે સરકારી જમીન પર અતિક્રમણ કરી મસ્જિદોને તોડી પાડવામાં આવશે. દિલ્હીની 70 સીટ માટે આઠમી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને 11મીએ પરિણામ જાહેર કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે જો દિલ્હીમાં સરકારી જમીન પર મંદિર કે ગુરુદ્વાર બનાવવાની ફરીયાદ મળે છે તો તે અંગે વહીવટીતંત્ર સમક્ષ લઈ જવામાં આવશે. પણ એકેય મંદિર કે ગુરુદ્વાર સરકાર જમીન પર બનાવવામાં આવ્યું નથી. માત્ર મસ્જિદો જ સરકારી જમીન પર બાંધવામાં આવી છે.