દિગ્દર્શક કબીર ખાનની ફિલ્મના 83નાં કેરેક્ટરને દરરોજ એક પછી એક જાહેર કરવામાં આવી રહ્યા છે. કીર્તિ આઝાદ બાદ હવે પૂર્વ ક્રિકેટર મદન લાલના કેરેક્ટરનું પોસ્ટર પણ બહાર આવ્યું છે. મદન લાલનું પાત્ર અભિનેતા અને સિંગર હાર્ડી સંધુ ભજવી રહ્યો છે. હવે ફિલ્મમાં મદન લાલના રૂપમાં હાર્ડીનો લૂક સામે આવ્યો છે.
83 ફિલ્મમાં હાર્ડીના લૂકને ફિલ્મની ટીમ, રણવીરસિંહ, ડિરેક્ટર કબીરસિંહ અને ખુદ હાર્ડી સંધુએ શેર કર્યો છે. પોતાનો લુક શેર કરતા હાર્ડીએ કહ્યું કે જીવનમાં 10 વર્ષ સુધી ક્રિકેટ રમ્યો છું. તેણે લખ્યું, ‘ઘણા લોકોને ખબર નથી હોતી કે મેં પંજાબ માટે અને ભારત માટે અંડર 19 અને પંજાબર માટે ફર્સ્ટ ક્રિકેટ રમી છે. મેં મારા જીવનના 10 વર્ષથી વધુ સમય ક્રિકેટ મેચ રમી છે અને ક્રિકેટ હંમેશા મારો પહેલો પ્રેમ રહ્યો છે.
હાર્ડી સંધુએ વધુમાં લખ્યું કે, ‘હું હંમેશાં મારા દેશ માટે રમવા માંગતો હતો અને ઈન્ડિયાની જર્સી પહેરવા માંગતો હતો. પરંતુ સ્થિતિઓ અને ઇજાઓને કારણે આવું થઈ શક્યું નહીં. પરંતુ જિંદગી મારી સાથે રમત રમતી રહી અને હું વાસ્તવિક જીવનમાં નથી કરી શક્યો તે હવે હું બોલિવૂડમાં મોટા પડદા પર કરવા જઈ રહ્યો છું. મદન લાલ સર જેવા લેજેન્ડનું પાત્ર ભજવવાની આ તક માટે હું તેમનો આભારી છું.
https://www.instagram.com/p/B6999PjhVz-/?utm_source=ig_web_copy_link
83 ફિલ્મમાં રણવીર સિંહ ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન કપિલ દેવની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેનો લૂક ઘણા સમય પહેલા રિલીઝ થયો હતો. રણવીર સિંહ સિવાય આ ફિલ્મના અન્ય સાત કલાકારો જેવા કે તાહિર રાજ ભસીન, જીવા, સાકીબ સલીમ, જતીન સરના, ચિરાગ પાટીલ, દિનકર શર્મા અને નિશાંત દહિયાના લૂક સામે આવી ચૂકયા છે. દરેક લુક સાથે ફેન્સનો ઉત્સાહ ફિલ્મ માટે વધુને વધુ વધી રહ્યો છે.
ફિલ્મ 83માં આ કલાકારો ઉપરાંત દીપિકા પાદુકોણ, પંકજ ત્રિપાઠી, સાહિલ ખટ્ટર અને ધીરજ ધૈર્ય જેવા મળવાના છે. આ ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાન કરી રહ્યા છે અને 10 એપ્રિલ 2020 ના રોજ રીલિઝ થશે.