રશિયામાં 13 વર્ષની છોકરી 10 વર્ષના છોકરાથી ગર્ભવતી થઈ!

રશિયામાં એક 13 વર્ષની વિદ્યાર્થીની 10 વર્ષના એક છોકરાથી ગર્ભવતી થઈ હતી, એમ સ્થાનિક મીડિયાના હેવાલમાં જાણવા મળ્યું હતું. બંને બાળકો સાઈબેરિયામાં ક્રાસ્નોયાર્સ્ક ક્ષેત્રમાં અલગ અલગ શાળાઓમાં અભ્યાસ કરે છે, પણ એવું માનવામાં આવે છે કે તેઓ નાના હતાં ત્યારથી મિત્ર બન્યાં હતાં.

ગર્ભવતી છોકરી આ બાળકને રાખવાની યોજના બનાવી રહી છે અને તેના પરિવારે તેને ટેકો આપ્યો છે,એમ ટીબીકે દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસ પરિસ્થિતિઓની તપાસ કરી રહી છે અને છોકરીની શાળાએ કહ્યું હતું કે તેઓ બનતી સમસ્ત સહાય કરશે. જો કે 10 વર્ષનો છોકરો છોકરીના બાળકનો પિતા છે તે અંગે એક સ્થાનિક બાળકોના ડોક્ટરને શંકા છે.