પાકિસ્તાનની આદત ગઇ નથી : પાંચ પાકિસ્તાની અમેરિકામાં ન્યુક્લિયર સ્મગલિંગમાં પકડાયા

પોતાના ચોર વૈજ્ઞાનિક એ ક્યુ ખાનના કારણે છેતરપીડીથી અણુ શસ્ત્ર મેળવનારા પાકિસ્તાનના એ કૃત્યથી બધા જ વાકેફ છે. ખાને કેનેડામાંથી અણુ ટેકનીક ચોરીને માત્ર પાકિસ્તાનમાં જ ન્યુક્લિયર કાર્યક્રમ સંચાલિત કર્યો હતો પણ સાથે જ ઇરાન, લીબિયા, ઉત્તર કોરિયા જેવા દેશને વેચી પણ દીધી હતી. ત્યારથી લઇને આજ સુધી પાકિસ્તાને ન્યુક્લિયર સ્મગલિંગ અને મિસાઇલ ટેક્નોલોજીના ગેરકાયદે કબજાની નીતિ છોડી નથી. પાકિસ્તાન પાસે પોતાની કહી શકાય તેવું સાયન્સ કે ટેક્નોલોજીનું કદાચ જ કોઇ કેન્દ્ર છે, છતાં તેણે ચોરી અને છેતરપીંડીથી અણુ શસ્ત્ર અને બેલેસ્ટિક મિસાઇલ મેળવી લીધી. હવે પાકિસ્તાનને અમેરિકામાંથી અણુ ટેક્નોલોજીની ચોરી કરતાં પકડી પાડ્યું છે.

હકીકતમાં પાકિસ્તાના રાવલપીંડી સ્થિત ફ્રન્ટ કંપની બિઝનેસ વર્લ્ડ સાથે જોડાયેલા પાંચ પાકિસ્તાનીઓ પર અમેરિકામાં આરોપ લાગ્યો છે કે તેમે પાકિસ્તાનના ન્યુક્લિયર અને મિસાઇલ પ્રોગ્રામ માટે અમેરિકન ટેક્નોલોજીની ચોરી કરી છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ પાંચ પાકિસ્તાની કેનેડા, હોંગકોંગ અને યુકેમાં રહે છે. ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે તેઓ પોતાની ફ્રન્ટ કંપનીઓ માટે વિશ્વભરમાંથી ખરીદી કરવાનું નેટવર્ક ચલાવતા હતા. તેમની ફ્રન્ટ કંપનીઓ એડવાન્સ્ડ એન્જિનિયરિંગ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (એઇઆરઓ) અને પાકિસ્તાનના એટમિક એનર્જી કમિશન (પીએઇસી) માટે અમેરિકામાં બનતી પ્રોડક્ટ ખરીદતી હતી. આ કંપની અમેરિકામાંથી સામાનની નિકાસ કોઇપણ જાતના એક્સપોર્ટ લાયસન્સ વગર જ કરતીહતી, જે અમેરિકાના કાયદાનો સીધો ભંગ છે.

નેશનલ સિક્યુરીટી માટેના અમેરિકાના આસિસ્ટન્ટ એટર્ની જનરલ સી ડેમર્સે કહ્યું હતું કે પાકિસ્તાનીઓએ અમેરિકામાં નિર્મિત ઉત્પાદનોને એ સંસ્થાઓને નિકાસ કર્યા જેને અમેરિકાની નેશનલ સિક્યુરીટી માટે જોખમી ગણાવવામાં આવી છે, કારણકે આ સંસ્થાઓનો સંબંધ પાકિસ્તાનનના હથિયાર કાર્યક્રમ સાથે છે. તેમણે કહ્યું હતું કે આ એક એવો મુદ્દો છે કે જો અમેરિકામાટે એક ઉદાહરણ બની શકે છે કે તેને નિકાસના નિયમ લાગુ કરવા માટે થોડી કડકાઇ બતાવે. આ આરોપીઓમાં પાકિસ્તાનમાં મહંમદ કામરાન વલી, કેનેડામાં મહંમદ અહસાન વલી અને હાજી વલી મહંમદ શેખ, જ્યારે હોંગકોંગમાં અશરફ ખાન મહંમદ તેમજ અહમદ વહીદ યુકેમાં રહે છે. આ તમામ પર ઇન્ટરનેશનલ એનર્જી ઇકોનોમિકપાવર્સ એક્ટ અને એક્સપોર્ટ કન્ટ્રોલ રિફોર્મ એક્ટના ઉલ્લંઘનનું કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો છે.