અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડવા માંડી તેજસ એક્સપ્રેસ, હોસ્ટેસનો ડ્રેસ બદલાયો, ભોજનમાં મળશે ગુજરાતી-મરાઠી ફ્લેવર

આજથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ દોડવા માંડી છે. અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનથી કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલ અને ગુજરાતના  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેજસ એક્સપ્રેસને લીલીઝંડી આપી રવાના કરી હતી.

તેજસ એકસપ્રેસમાં મુસાફરો બેસવાની વિશેષ વ્યવસ્થા છે. ફ્લાઇટની જેમ ટ્રેનની સીટ પર મીની એલસીડી લગાવવામાં આવ્યા છે જેથી મુસાફરો તેમની મુસાફરી દરમિયાન તેમની પસંદગીની ફિલ્મો અથવા સિરિયલની મજા લઇ શકે. ટ્રેનની અંદર જે હોસ્ટેસ તરીકે યુવકો અને યુવતીઓ હશે તે ખાસ કરીને પીળી કુર્તા અને બ્લુ પેઇન્ટમાં જોવા મળશે. પોશાકમાં ગુજરાતની ઝલક જોવા મળશે.

આ ટ્રેન 19 જાન્યુઆરીથી સામાન્ય મુસાફરો માટે અવેલેબલ બની રહેશે. તેજસ ટ્રેન રોજ સવારે 6.40 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બપોરે 1.10 વાગ્યે મુંબઇ સેન્ટ્રલ પહોંચશે. જ્યારે મુંબઈથી રિટર્નમાં આ ટ્રેન બપોરે 3.40 વાગ્યે દોડશે અને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનની ગતિ પ્રતિ કલાક 160 કિમી હશે.

IRCTCએ તેનું બુકિંગ શરૂ કરી દીધું છે. આ ટ્રેનમાં કુલ 758 બેઠકો છે, જેમાંથી 56 બેઠકો એક્ઝિક્યુટિવ વર્ગની છે અને બાકીની બેઠકો એસી ચેર વર્ગની છે. મુસાફરોને 25 લાખનો મફત રેલ્વે પ્રવાસ વીમો મળશે. દરેક કોચમાં એકીકૃત બ્રેઇલ ડિસ્પ્લે, સ્ટેશનોનું  ડિજિટલ બોર્ડ અને ઇલેક્ટ્રોનિક રિઝર્વેશન ચાર્ટ પણ છે.

અમદાવાદ અને મુંબઇ વચ્ચે ચાલનારી આ ખાનગી ટ્રેનમાં મુસાફરોના ભોજન માટે ખાસ ગુજરાતી અને મરાઠી મેનુ હશે. ટ્રેનમાં વાઇફાઇની સાથે કેટરિંગનું મેનૂ પ્રખ્યાત રસોઇયા દ્વારા તૈયાર કરાયું છે. આ ટ્રેન IRCTC દ્વારા પણ ચલાવવામાં આવશે. અગાઉ, નવી દિલ્હી-લખનઉ વચ્ચેની પ્રથમ ખાનગી તેજસ ટ્રેન આઈઆરસીટીસી દ્વારા સંચાલિત છે.

આ ટ્રેન અમદાવાદ રેલ્વે સ્ટેશનથી સવારે 6.10 કલાકે ઉપડશે અને બપોરે 1.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. રિટર્નમાં આ  ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.40 વાગ્યે ઉપડશે અને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ સ્ટેશન પહોંચશે. માર્ગમાં ફક્ત સુરત, ભરૂચ, આણંદ અને વડોદરામાં જ અટકશે. મુસાફરો માટે આ ટ્રેનમાં વાઇ-ફાઇ, સીસીટીવી કેમેરા, કોફી મશીન, એલસીડી સ્ક્રીન જેવી સુવિધા હશે.

મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી આ ટ્રેન વડોદરા અને સુરત માત્ર બે સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનના મુસાફરોને 25 લાખ રૂપિયાનું મફત વીમો આપવામાં આવશે. મુસાફરી દરમિયાન માલની લૂંટ કે ચોરી થાય તો એક લાખ રૂપિયા વળતરની પણ જોગવાઈ છે.

IRCTCની ઓફિશિયલ વેબસાઇટ ઉપરાંત, તમે મોબાઇલ એપ્લિકેશન પર તેજસ ટ્રેન બુક પણ કરી શકો છો. આ ટ્રેનનું બુકિંગ રેલ્વે સ્ટેશન કાઉન્ટરોથી કરી શકાતું નથી. પરંતુ આઇઆરસીટીસીના અધિકૃત ટિકિટિંગ એજન્ટ દ્વારા ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકાય છે. જાહેરાતથી આવક મેળવવા માટે ખાનગી ઓપરેટરોને સ્ટેશનની અંદર અને બહારની જગ્યાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે.

IRCTCએ તેજસ એક્સપ્રેસના ભાડા નક્કી કર્યા છે. આ ટ્રેન એક્ઝિક્યુટિવ ચેર કાર ક્લાસ સર્વિસ અને એસી ચેર કાર ક્લાસ સર્વિસ આપશે. અમદાવાદથી મુંબઇ જવા માટે IRCTCની વેબસાઇટ પર એક્ઝિક્યુટિવ ચેર કાર ક્લાસની ટીકીટની કિંમત રૂ. 2,384 છે (બેઝીક ભાડા રૂ. 1,875, જીએસટી- 94 , કેટરિંગ ચાર્જ 415) રાખ્યું છે.

એસી ચેર કાર ક્લાસ માટે રૂ. 1,289 છે (870 રૂપિયાના બેઝીક ભાડું 12,889, જીએસટી-44, કેટરિંગ ચાર્જ 375) રાખ્યું છે.

મુંબઇથી અમદાવાદ સુધીની એક્ઝિક્યુટિવ ચેર કાર ક્લાસ માટેની ટિકિટની કિંમત 2,374 રૂપિયા હશે (બેઝીક ભાડું 1,875, જીએસટી-94 , કેટરિંગ ચાર્જ 405) રહેશે. જ્યારે એસી ચેર કાર ક્લાસ માટેની ટીકીટની કિંમત 1,274 રૂપિયા હશે. (બેઝીક ભાડું 870, જીએસટી-44 અને કેટરીંગ ચાર્જ-360 રૂપિયા હશે.