મહિલાઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મિતાલી રાજને ડિમોશન : એમાંથી બી ગ્રેડમાં મુકાઇ

બીસીસીઆઇના મહિલા ક્રિકેટરોના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં વરિષ્ઠ ક્રિકેટર મિતાલી રાજને એ ગ્રેડમાંથી નીચે ઉતારીને બી ગ્રેડમાં મુકી દેવામાં આવી છે, જ્યારે રાધા યાદવ અને તાનિયા ભાટિયાને પ્રમોશન આપીને સી ગ્રેડમાંથી બી ગ્રેડમાં સ્થાન અપાયું છે. એ ગ્રેડમાં ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને પૂનમ યાદવ જળવાઇ રહ્યા છે.

શેફાલી વર્મા અને હરલીન દેઓલ જેવી યુવા ક્રિકેટરોને પહેલીવાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યા છે. જ્યારે મોના મેશરામ જેવી ખેલાડી એકપણ મેચ રમી ન હોવાથી તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પડતી મુકવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020ના ગાળાના છે.

ગ્રેડ એ (50 લાખ રૂ.) : હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, પૂનમ યાદવ
ગ્રેડ બી (30 લાખ રૂ.) : મિતાલી રાજ, ઝુલન ગૌસ્વામી, એકતા બિષ્ટ, રાધા યાદવ, તાનિયા ભાટિયા, શિખા પાંડે, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા.
ગ્રેડ સી (10 લાખ રૂ.) : વેદા કૃષ્ણામૂર્તિ, પૂનમ રાઉત, અનુજા પાટીલ, માનસી જોશી, ડી હેમલતા, અરુંધતી રેડ્ડી, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, હરલીન દેઓલ, પ્રીયા પુનિયા, શેફાલી વર્મા.