ગાંધીજી દેશના રાષ્ટ્રપિતા છે, ભારત રત્ન સન્માન કરતાં પણ મહાન છે: સુપ્રીમ કોર્ટ

મહાત્મા ગાંધીને ભારત રત્ન આપવાની અરજી અંગે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકારને કોઈ નિર્દેશ આપી શકે નહીં. ચીફ જસ્ટીસ એએસ બોબડેએ કહ્યું કે મહાત્મા ગાંધીને કોઈ ઔપચારિક માન્યતા આપવાની આવશ્યક્તા નથી. તેઓ રાષ્ટ્રપિતા છે અને ગાંધીજી આ માન્યતાઓથી પર છે. લોકો તેમને ખૂબ જ ઉચ્ચ સન્માનમાં રાખે છે.

મહાત્મા ગાંધીને લઈ પાછલા કેટલાક વખતથી અનેક વિવાદો ચાલી રહ્યા છે. કેટલાક લોકો સમયાંતરે ગુજરાતના અનમોલ રત્ન ગાંધીજી પર સવાલો ઉઠાવતા રહ્યા છે. તાજેતરમાં જ ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા ગોડસે અને નિવેદન આપ્યું હતું જેને લઈને હંગામો થયો હતો. ત્યાર બાદ સાધ્વીએ માફી માંગવાની ફરજ પડી હતી.

ગાંધીજીના સૂવાક્યો…

  • કમજોર ક્યારેય માફી માંગતા નથી. માફ કરી દેવું એ શક્તિશાળી વ્યક્તિની વિશેષતા છે.
  • એવી રીતે જીવો કે તમે કાલે મરી જવાના છો. એવું શીખો કે જેનાથી તમે હંમેશા જીવી જાઓ.
  • પ્રથમ તેઓ તમારી ઉપેક્ષા કરશે, ત્યાર બાદ તમારી હાંસી ઉડાવશે, ત્યાર બાદ તમારી સાથે લડશે અને અંતે જીત તમારી જ થશે.
  • વ્યક્તિની ઓળખ તેના કપડાંથી નહીં પણ તેના ચરિત્રથી થાય છે.
  • એક આંખની મુશ્કેલી એ છે કે એ આખી દુનિયાને અંધારી બનાવી દે છે.