દિલ્હી વિધાનસભા ચૂંટણી: આ રહ્યું ભાજપનાં 57 ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ, જાણો કોને ક્યાંથી મળી ટીકીટ

દિલ્હીમાં આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. જોકે, ભાજપે નવી દિલ્હીની વીઆઈપી બેઠક માટેના ઉમેદવારના નામની ઘોષણા કરી નથી. ભાજપે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની બેઠક પટપળગંજમાંથી રવિ નેગીને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે કરાવલ નગરથી આમ આદમી પાર્ટીની ટીકીટ પર ચૂંટણી જીતેલા કપિલ મિશ્રાને મોડલ ટાઉનમાંથી મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય દિલ્હી ભાજપના વરિષ્ઠ નેતા વિજેન્દ્ર ગુપ્તાને રોહિણી બેઠકથી ટીકીટ મળી છે.

શુક્રવારે દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારીએ પત્રકાર પરિષદમાં નામોની ઘોષણા કરી હતી. ભાજપની યાદીમાં 11 અનુસૂચિત જાતિ (એસસી)ના ઉમેદવારોના નામ શામેલ છે. આ ઉપરાંત દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચાર મહિલાઓને ટીકીટ આપી છે.

નામોની જાહેરાત કરતા મનોજ તિવારીએ કહ્યું કે ગુરુવારે અમિત શાહની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 57 ઉમેદવારોના નામનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર હતા.

 • નરેલા-નીલદમણ ખત્રી
 • ટિમરપુર-સુરેન્દ્રસિંહ બિટ્તુ
 • આદર્શ નગર-રાજકુમાર ભાટિયા
 • બાદલી-વિજય ભગત
 • રીઠાલા-મનીષ ચૌધરી
 • બવાના-રવિન્દ્રકુમાર ઇન્દ્રરાજ
 • મુંડકા-માસ્ટર આઝાદસિંઘ
 • કિરારી-અનિલ ઝા
 • સુલતાનપુર માજરા-રામચંદ્ર ચાવરિયા
 • માંગોલપુરી-કરમસિંહ કરમા
 • રોહિણી-વિજેન્દ્ર ગુપ્તા
 •  શાલીમાર બાગ-રેખા ગુપ્તા
 •  શકુર બસ્તી-ડો એસ.સી.વત્સ
 •  ત્રિનગર તિલક-રામ ગુપ્તા
 •  વજીરપુર-મહેન્દ્ર નાગપાલ
 •  મોડલ ટાઉન-કપિલ મિશ્રા
 •  સદર બજાર-જય પ્રકાશ
 •  ચાંદની ચોક-સુમનકુમાર ગુપ્તા
 • મટિયા મહેલ-રવિન્દ્ર ગુપ્તા
 •  બલ્લીમારાન-લતા સોઢી
 •  કરોલ બાગ-યોગેન્દ્ર ચંદોલીયા
 •  પટેલ નગર- પરવેસ રતન
 •  મોતી નગર-સુભાષ સચદેવા
 •  માદીપુર-કૈલાશ સાંખલા
 •  તિલક નગર- રાજીવ બબ્બર
 •  જનકપુરી-આશિષ સૂદ
 •  વિકાસપુરી-સંજયસિંહ
 • ઉત્તમ નગર-કૃષ્ણ ગેહલોત
 • દ્વારકા-પ્રદ્યુમ્ન રાજપૂત
 •  મટિયાલા-રાજેશ ગેહલોત
 •  નજફગઢ-અજિત ખારખારી
 •  બીજવાસન-સત્યપ્રકાશ રાણા
 • પાલમ-વિજય પંડિત
 • રાજેન્દ્ર નગર-સરદાર આરપી સિંહ
 •  જંગપુરા- ઇમરિતસિંહ બક્ષી
 •  માલવીયા નગર- શૈલેન્દ્રસિંહ મોન્ટી
 •  આરકે પુરમ- અનિલ શર્મા
 •  છત્રપુર-બ્રહ્માસિંહ તંવર
 •  દેવલી-અરવિંદ કુમાર
 •  આંબેડકર નગર-ખુશી રામ
 •  ગ્રેટર કૈલાસ-શિખા રાય
 •  તુઘલખાબાદ- વિક્રમ બિધૂરી
 • બદરપુર-રામવીરસિંહ બિધૂરી
 •  ઓખલા- બ્રહ્મ સિંહ
 •  ત્રિલોકપુરી-કિરણ વૈદ
 •  કોંડલી- રાજકુમાર ધિલ્લોન
 •  પટપળગંજ- રવિ નેગી
 •  લક્ષ્મી નગર-અભયકુમાર વર્મા
 •  વિશ્વાસ નગર-ઓપી શર્મા
 •  ગાંધીનગર-અનિલ વાજપેયી
 •  રોહતાશ નગર-જીતેન્દ્ર મહાજન
 •  સીલમપુર-કૌશલ મિશ્રા
 • ઘોડા-અજય મહાવર
 • બાબરપુર-નરેશ ગૌર
 •  ગોકુલપુર-રણજીત કશ્યપ
 •  મુસ્તફાબાદ-જગદીશ પ્રધાન
 •  કરવલ નગર-મોહનસિંહ બિષ્ટ