આતંકી જલીસ અંસારી પેરોલ જમ્પ કરી ભાગ્યો પણ ગણતરીના ક્લાકોમાં કાનપુરથી પકડાયો

શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસોમાં દોષી આતંકી જલીસ અંસારી ગુરૂવારે સવારે ગુમ થઈ ગયો હતો. જલીસ અંસારી 50 શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે. જલીસ અંસારી ‘ડોક્ટર બોમ્બ’ તરીકે જાણીતો છે. 1993માં રાજસ્થાન શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં તેને ઉંમરકેદની સજા થઈ હતી. તે ગત વર્ષે ડિસેમ્બરમાં 21 દિવસ માટે પેરોલ પર અજમેર જેલમાંથી બહાર આવ્યો હતો.

ગુરૂવારે પેરોલ ખતમ થતા પહેલા તે ગાયબ થઈ ગયો હતો. અગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં જલીસ ગાયબ થઈ ગયાની માહિતી મળ્યા પછી મહારાષ્ટ્ર એટીએસ અને ક્રાઈમ બ્રાંચને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. આતંકી જલીસની ધરપકડ કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા બાદ તેને પકડી લેવામાં આવ્યો હતો.ટ

સૂત્રોએ જણાવ્યા મુજબ પેરોલની અવધી સુધી અંસારીને દરરોજ સવારે સાડા દસથી ૧૨ વાગ્યા વચ્ચે અગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ ગુરૃવારે તે નિર્ધારિત સમયે પોલીસ સ્ટેશને પહોંચ્યો ન હતો. ગાયબ થયા બાદ અત્યાર સુધી સુરક્ષા એજન્સીઓને તેની કોઈ ભાળ મળી નથી. આતંકી જલીસ અંસારીને અજમેર બોમ્બ બ્લાસ્ટ કેસમાં ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી હતી.

આતંકી જલીસ અંસારી આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન અને સીમી સાથે જોડાયેલો હતો. તે પાકિસ્તાનમાં બોમ્બ બનાવવાની તાલીમ મેળવી ચૂક્યો છે. અંસારી જયપુર, અજમેર અને માલેગાંવ બ્લાસ્ટમાં દોષી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બપોરે અંસારીનો પુત્ર ઝૈદ અંસારી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પિતા ગુમ થયાની ફરિયાદ આપી હતી. ઝૈદના કહેવા પ્રમાણે તેમના પિતા સવારે નમાઝ પઢ્યા બાદ ઘરેથી નીકળ્યા હતા, પરંતુ પરત ફર્યા નથી. ઝૈદની ફરિયાદ પર પોલીસે જલીસ ગુમ થવાની ફરિયાદ લીધી હતી. જે બાદમાં મુંબઈની એટીએસ અને ક્રાઈમ બ્રાંચ દ્વારા જલીસને પકડવા માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જલીસને પકડવા માટે ઠેરઠેર દરોડા પાડવામાં આવ્યા અને આખરે તેને કાનપુરથી પકડી પાડવામાં આવ્યો હતો.