બદલાઇ ગયા ડેબિટ અને ક્રેડિટ કાર્ડનાં નિયમો, જાણો તમારા પર શું થશે આની અસર?

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) નેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ ટ્રાન્ઝેક્શનને વધુ સરળ અને પહેલા કરતાં વધુ સલામત બનાવવા માટેના બંને કાર્ડને ઇશ્યુ અને રિ-ઈશ્યુ કરવાના નવા નિયમો જારી કર્યા છે. આ નિયમોને આસાનીથી જાણવાની કોશીશ કરીએ.

બેન્કોને જણાવવામાં આવ્યું છે કે જ્યારે નવું કાર્ડ ઇશ્યુ કે રી-ઈશ્યુ કરવામાં આને તો તેનો ઉપયોગ  વિદેશમાં કરવાની સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ નહીં. એટલે કે આનો ઉપયોગ ફક્ત ઘરેલું એટીએમ અને પીઓએસ મશીનનો માટે જ કરી શકાય છે.

જો ગ્રાહકને વિદેશમાં ટ્રાન્ઝેક્શન, ઓનલાઇન વ્યવહારો અને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સેવાની જરૂર હોય, તો તેણે આ સુવિધાઓ તેની બેંક પાસેથી અલગથી લેવી પડશે. આનો અર્થ એ કે જો તમને વિદેશમાં સુવિધાની જરૂર હોય અથવા ઓનલાઇન અથવા કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરવું હોય તો તમારે આ સેવાને અલગથી લેવાની રહે છે.

જે લોકો પાસે હાલમાં કાર્ડ છે, તેઓ તેમના જોખમના આધારે નિર્ણય લેશે કે ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ કાર્ડના ટ્રાન્ઝેક્શનને ડિસેબલ કરવા માગે છે. એટલે કે, જો તમે ઇચ્છો, તો તમે તમારું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ પણ ડિસેબલ કરી શકો છો.

યૂઝર્સ 24 ક્લાક તેમના કાર્ડને ચાલુ બંધ કરી શકે છે અથવા દિવસના 24 કલાક કોઈપણ સમયે ટ્રાન્ઝેક્શનની લીમીટમાં ફેરફાર કરી શકે છે. આ માટે તેઓ મોબાઇલ એપ્લિકેશન અથવા ઇન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ અથવા આઈવીઆરનો આશરો લઈ શકે છે.

ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત આ નવા નિયમો 16 માર્ચ, 2020થી અમલમાં આવશે. આ નવા નિયમો પ્રીપેડ ગિફ્ટ કાર્ડ્સ માટે નથી.

બેંકોએ કાર્ડધારકને પીઓએસ, એટીએમ, ઓન લાઇન ટ્રાન્ઝેક્શન, કોન્ટેક્ટ લેસ ટ્રાન્ઝેક્શનની લીમીટમાં ફેરફાર કરવાની મંજૂરી આપવી પડશે. આ સાથે બેન્કોને પણ કાર્ડ સ્વીચ ઓફ કરવાની અને સ્વીચ ચાલુ કરવાની મંજૂરી આપવી પડશે.