નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપીઓની ફાંસી ટળી ગઈ, ડેથ વોરંટ પર કોર્ટનો સ્ટે

2012માં દિલ્હીમાં થયેલા નિર્ભયા ગેંગ રેપ કેસમાં તમામ ચારેય આરોપીઓની ફાંસી હાલ પુરતી ટળી ગઈ છે. કોર્ટે ડેથ વોરંટ પર સ્ટે આપી દીધો છે.

પટીયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસમાં દોષી મુકેશ સિંહની અરજી પર સુનાવણી હાથ ઘરી હતી અને ફાંસી પર સ્ટે મૂકી દેવામાં આવ્યો છે. આનો એ અર્થ થાય છે કે હવે દોષીઓને 22મી જાન્યુઆરીએ ફાંસી આપવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે જેલ અધિકારીઓએ રિપોર્ટ આપવો પડશે કે 22મી જાન્યુઆરીએ દોષીઓને ફાંસી આપવામાં આવશે નહીં.

દિલ્હી સરકારે ગુરુવારે કોર્ટમાં અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં એમ જણાવ્યું છે કે અમે મુકેશની અરજીને ફગાવીને રાજ્યપાલ પાસે મોકલી આપી છે. હવે કોર્ટે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. જેમાં તમામ પ્રકારની જાણતારી દિલ્હી સરકાર અને જેલ ઓથોર્ટીએ કોર્ટને આપવાની રહેશે.

નિયમ પ્રમાણે જેલના અધિકારીઓએ કોર્ટ અને રાજ્ય સરકારને જણ કરવાની હોય છે કે દયાની અરજી દાખલ કરવામાં આવી છે અને ફાંસીની સજાને સ્થગિત કરવામાં આવી છે. જેલ અધિકારીઓએ રિપોર્ટ દાખલ કરવો પડશ કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ નિર્ણય નહીં લે ત્યાં સુધી કૈદીઓને ફાંસી આપવામાં આવશે નહીં. આ રિપોર્ટ શુક્રવારે કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવશે.

કોર્ટે જેલ અધિકારીઓને નિર્ભયા રેપ મામલે દોષી અક્ષય, વિનય અને પવન સંબંધિત તમામ કાગળો અને રિપોર્ટ સોંપવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે આ મામલે જેલ ઓથોરિટીએ વિસ્તૃત રિપોર્ટ દાખલ કરવાનો રહે છે. હવે આ મામલે શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

સુનાવણી દરમિયાન જજે કહ્યું કે દિલ્હી જેલના નિયમ પ્રમાણે દોષીઓને 14 દિવસનો સમય આપવાનો રહે છે. રાષ્ટ્રપતિ દયાની અરજી ફગાદી ન દે ત્યાં સુધી નવો વોરંટ હાંસલ કરવાનો રહે છે. હવે 22મીએ ફાંસી આપવામાં આવશે નહીં. જેલ અધિકારીઓએ નવા વોરંટ માટે ફરીથી કોર્ટમાં જવાનું રહેશે.

જજે કહ્યું કે કાલ ભલે દયાની અરજી ફગાવી દેવામાં આવે. હજુ સુધી અન્યોએ દયાની અરજી દાખલ કરી નથી. જજ કહ્યે અમે જેલ પાસેથી માત્ર રિપોર્ટ માંગ્યો છે. અધિકારીઓએ હજુ સુધી બતાવ્યું નથી કે દયાની અરજી પેન્ડીંગ છે.