મેક્સિકોમાં સેક્સ પાવર વધારવા એક વ્યક્તિએ બળદને અપાતી દવા ખાતા હાલત બગડી

મેક્સિકોમાં એક વ્યક્તિએ બળદનો પાવર વધારતી દવા ખાઇ લીધી હતી, તે પછી તેની હાલત એવી બગડી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો, અને તબીબોએ તેની સર્જરી કરવાની નોબત આવી હતી. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર મેક્સિકોમાં એક વ્યક્તિએ પોતાની સેક્સ ક્ષમતા વધારવા માટે બળદને તેના માટે આપવામાં આવતી દવાનું સેનવ કર્યું હતું. તેણે આ દવાનું સેવન કર્યા પછી તેના પર તેની એવી અસર થઇ કે તેની હાલત બગડી ગઇ હતી.

ત્રણ દિવસ સુધી તેના પર આ દવાની અસર રહી હતી તેને અમેરિકા-મેક્સિકોના સરહદી શહેર રેનોસાની એક સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબોએ તેની નિયમિત તપાસ કરવાનું ચાલું રાખ્યું હતું અને તે પછી પણ તેની સ્થિતિમાં સુધારો ન થતાં તેની સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો.

પેરુ ના એક અખબાર લા રિપબ્લિકના અહેવાલ અનુસાર તબીબોએ આ અખબારને જણાવ્યું હતું કે આ વ્યક્તિને રેનોસા શહેરની સ્પશિયલાઇઝ્ડ હોસ્પિટલ 270માં રાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે આ વિસ્તારના ખેડૂતો ગાયના ગર્ભાધાન માટે પોતાના બળદનો પાવર વધારવા માટે જે જાતિય ઉત્તેજના માટેના પદાર્થનો ઉપયોગ કરે છે, તે આ વ્યક્તિએ લઇ લીધો હતો. પશુપાલકો દ્વારા પોતાના પશુઓ માટે ઉપયોગમાં લેવાતો આ ઉત્તેજક પદાર્થ આ વ્યક્તિએ પૂર્વ મેક્સિકોના વેરાક્રુઝમાંથી લાવ્યો હતો.