સુરતના હજીરામાં બનેલી K-9, વ્રજ-ટી તોપ ચલાવતા રક્ષા મંત્રી રાજનાથસિંહ, બનાવ્યું સ્વાસ્તિકનું નિશાન

ગુજરાતની મુલાકાતે આવેલા રક્ષા મંત્રી રાજનાથસિંહે ગુરુવારે સુરતના હજીરામાં લાર્સન અને ટુબ્રો સશસ્ત્ર સિસ્ટમ સંકુલમાં 51મી K-9, વ્રજ-ટી તોપને રવાના કરી હતી. રક્ષામંત્ર રાજનાથસિંહે પણ તોપ ઉપર સવાર થઈને તેને હજીરા સંકુલની આસપાસ ચલાવી હતી. લાર્સન અને ટુબ્રોએ રક્ષા મંત્રી K-9 વ્રજ-ટી તોપની તાકાત વિવિધ પ્રદર્શન પણ બતાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાજનાથસિંહે તોપ પર સ્વાસ્તિક નિશાન બનાવ્યું અને નાળિયેર ફોડ્યું હતું.

રક્ષા મંત્રાલયે ખાનગી કંપનીને આપેલો આ સૌથી મોટો સોદો છે. સૌદા અંતર્ગત આ તોપોના 100 યુનિટ્સ 42 મહિનામાં સપ્લાય કરવાના છે. રક્ષા મંત્રીએ તોપ ઉપર તિલક લગાવ્યું અને કુમકુમથી ‘સ્વાસ્તિક’ નિશાન બનાવ્યું. પૂજા દરમિયાન તેમણે તોપ ઉપર ફૂલો અર્પણ કર્યા અને નાળિયેર ફોડ્યું. એલ એન્ડ ટી- દક્ષિણ કોરિયાના હનવા ટેકવિન સાથે મળીને સુરતના હજીરા પ્લાન્ટમાં આ તોપ બનાવવામાં આવી રહી છે.

મારો અને ભાગો સ્ટાઈલવાલી આ તોપો પશ્ચિમી બોર્ડર પર તૈનાત કરવામાં આવશે. મોબાઇલ ‘આર્ટિલરી તોપોથી પાકિસ્તાનની યુદ્ધ ક્ષેત્રમાં વૃધ્ધિ હાંસલ કરી શકાશે. 2009માં  યુએસએ પાકિસ્તાનને અફઘાનિસ્તાન સરહદ પર યુદ્ધ દરમિયાન મદદ કરવા માટે 115 એમ-109A5 તોપો આપી હતી. વ્રજ સરહદ પર પાકિસ્તાનની આ તોપો સામે મૂકાબલો કરશે.

વ્રજ તોપ ભલે દક્ષિણ કોરિયન કંપનીના સહયોગથી બનાવવામાં આવી છે, પણ તેમાં 50 ટકા થી વધુ સામાગ્રી સ્વદેશી છે. સેના મોટી સંખ્યામાં આ તોપોનો ઓર્ડર આપી શકે છે. આ સિવાય તેને એક્સપોર્ટ કરવાના વિકલ્પ પર પણ વિચાર કરી શકાય છે. આ ઓર્ડર એટલા માટે પણ ખાસ છે કે તેમાં કોઈ પણ ભારતીય કંપનીને કોઈ વિશેષ છૂટ આપવામાં આવી નથી. આ ઉપરાંત  એલએન્ડટીએ વૈશ્વિક સ્પર્ધામાં રશિયન કંપની સામે બોલી લગાવીને ડીલ હાંસલ કરી હતી.