આલિયા ભટ્ટે ફિલ્મ ‘ગંગુબાઇ કાઠીયાવાડી’નું પોસ્ટર શેર કર્યું

સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘ગંગુબાઇ કાઠીયાવાડી’નો ફર્સ્ટ લૂક જારી કરી દેવાયો છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહેલી આલિયા ભટ્ટે સોશિયલ મિડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. નિર્માતા ભણસાળી અને જયંતીલાલ ગડાની આ ફિલ્મ 11 સપ્ટેમ્બરે રિલીઝ થવાની સંભાવના છે.

ફિલ્મ અંગે આલિયા સિવાયની બાકીની સ્ટાર કાસ્ટ અંગે કોઇ માહિતી સામે આવી નથી. મીડિયા રિપોર્ટસ અમનુસાર ફિલ્મમાં અજય દેવગનનો સ્પેશિયલ એપેરિયન્સ હશે અને કોમેડી રોલ માટે પ્રસિદ્ધ વિજય રાજ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી શકે. હુસેન જૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઇ’ પર આધારિત ફિલ્મમાં ડોન ગંગુબાઇની કથા બતાવાશે.

60ના દશકમાં ગંગુબાઇ મુંબઇ માફિયામાં મોટું નામ હતી. એવું કહેવાય છે કે તેના પતિએ તેને માત્ર 500 રૂપિયા માટે વેચી દીધી હતી અને તે પછી તે વેશ્યાવૃત્તિમાં ઉતરી હત અને આ દરમિયાન તેણે મજબૂર છોકરીઓ માટે ઘણું કામ કર્યું હતું.