ICC AWARD-2019: રોહિત શર્મા બન્યો વર્ષનો બેસ્ટ પ્લેયર, જાણો કોને મળ્યો ક્યો એવોર્ડ

મંગળવારનો દિવસ ભારતીય ક્રિકેટ માટે ખરાબ દિવસ રહ્યો હતો કારણ કે ઓસ્ટ્રેલિયા સામે દસ વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બીજા દિવસે એટલે કે બુધવારે ખુશીનો રહ્યો. ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માને આઈસીસી દ્વારા વર્ષનો શ્રેષ્ઠ વનડે ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ મામલે રોહિત કેપ્ટન વિરાટ કોહલીને પાછળ રાખવામાં સફળ રહ્યો છે.

રોહિત શર્માએ વર્ષ 2019માં સૌથી વધુ વનડે રન બનાવ્યા અને વિરાટને પાછળ છોડી દીધો. જોકે, આપણે ત્રણેય ફોર્મેટ વિશે વાત કરીએ તો વિરાટ કોહલી આ મામલે રોહિત શર્માથી થોડો આગળ છે. રોહિત શર્માએ 2019માં 28 વનડે મેચ રમી હતી અને 1490 રન બનાવ્યા હતા, જેમાં તેણે સાત સદી ફટકારી હતી. તેણે વર્લ્ડ કપમાં જ પાંચ સદી ફટકારી હતી, તે પણ તે એક રેકોર્ડ જ છે.

આ ઉપરાંત આઇસીસી દ્વારા ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની પ્લેયર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. બેન સ્ટોક્સે વર્લ્ડ કપ-2019થી લઈ ઓસ્ટ્રેલિયા સામેની પ્રતિષ્ઠિત એશિઝ સીરીઝ સુધી તેની ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેના શાનદાર પ્રદર્શનને જોતાં તેઓ સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી માટે પસંદ કરાયો છે.

દિપક ચહરને બોલર ઓફ ધ યરનું બિરુદ અપાયું છે. દિપક ચહરે બાંગ્લાદેશ સામે માત્ર સાત રન આપીને છ વિકેટ ઝડપી હતી. તેની હેટ્રિકનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આઈસીસીએ વર્ષ 2019ની વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. મોટી વાત એ છે કે આ બંને ટીમોનો કપ્તાન બીજો કોઈ નહીં પરંતુ ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી છે. આટલું જ નહીં આ વનડે ટીમમાં રોહિત શર્માને પણ આમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય બોલિંગમાં મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને પણ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે  11 ખેલાડીઓની ટીમમાં ચાર ભારતીય ખેલાડીઓ છે, જેનો કેપ્ટન વિરાટ કોહલી બનાવવામાં આવ્યો છે.

કોને ક્યો એવોર્ડ આપ્યો?

  • 2019 આઈસીસી મેન્સની વનડે ક્રિકેટર ઓફ ધ યર: રોહિત શર્મા
  •  2019ની મેન્સ ટેસ્ટ ટીમ: મયંક અગ્રવાલ, ટોમ લેથમ, માર્નસ લબુસ્ચેન, વિરાટ કોહલી (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ, બી.જે. વોટલિંગ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નીલ વેગનર, નાથન લ્યોન
  • 2019 આઈસીસી સ્પિરિટ ઓફ ક્રિકેટ: વિરાટ કોહલી (સ્ટીવ સ્મિથે પ્રેક્ષકોને વર્લ્ડ કપ દરમિયાન સ્ટીવ સ્મીથ માટે તાળીઓ પાડવા કહ્યું હતું)
  • 2019 આઈસીસી મેન્સ ટી 20 આંતરરાષ્ટ્રીય પર્ફોમન્સ: દિપક ચહર (બાંગ્લાદેશ સામે 6/7)
  • 2019 આઇસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર: બેન સ્ટોક્સ
  • 2019 આઈસીસી અમ્પાયર ઓફ ધ યર એવોર્ડ: રિચાર્ડ ઇલિંગવર્થ
  • 2019 આઇસીસી મેન્સનો ઉભરતા ક્રિકેટર ઓફ ધ યર: માર્નસ લબુસ્ચેન
  • 2019 આઇસીસી મેન્સનો એસોસિએટ ક્રિકેટર ઓફ ધ યર: કાયલ કોએત્ઝર
  • 2019 આઇસીસી મેન્સનો ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર: પેટ કમિન્સ