અમિત શાહે અમદાવાદમાં પંતગ ઉડાડી, તો CM રૂપાણીએ ઉત્તરાયણને આ રીતે ઉજવી

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મકરસંક્રાંતિ નિમિત્તે ઉત્તરાયણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પતંગ ઉડાડી હતી. અમિત શાહ સાથે ગુજરાતના અનેક નેતાઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અમિત શાહ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ઉત્તરાયણ પર્વ પર પતંગ ઉડાવીને ઉત્સવની ઉજવણી કરી હતી.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન રાજ્યભરમાં કરોડો રૂપિયાની પતંગો વેચાય છે. આ ઉપરાંત તહેવારના દિવસે રંગબેરંગી પતંગો આકાશમાં છલકાતા હોય છે. લોકો આખો દિવસ ધાબા પર પતંગ ઉડાવતા જોવા મળે છે.

ઉત્તરાયણ પર્વની લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો દ્વારા આ દિવસે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. આવા જ એક કાર્યક્રમમાં ભાગ લેવા ગૃહમંત્રી શાહ મંગળવારે અમદાવાદ પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે પતંગ પણ ઉડાડી હતી.

આ સમય દરમિયાન લોકો તેમના છત પર તેમના નેતાની ઝલક મેળવવા માટે એકઠા થયા હતા. ગૃહમંત્રીએ પણ હાથ હલાવી તેમનું અભિવાદન ઝીલ્યું અને શુભેચ્છા પાઠવી હતી. ગૃહ પ્રધાન ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાયણ પ્રસંગે પતંગ ઉડાન પણ કર્યું હતું. તેમણે ટવિટ કરીને લોકોને અભિનંદન પણ આપ્યા હતા.