સોનાનાં ભાવમાં ભારે ગિરાવટ, એક અઠવાડિયામાં થયો આટલો બધો ઘટાડો

છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 2000નો ઘટાડો થયો છે. સોનાના ભાવમાં આ ઘટાડો અમેરિકા અને ચીન વચ્ચેના તણાવમાં ઘટાડો થવાના સંકેતોને લઈ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
એમસીએક્સ પર ફેબ્રુઆરી મહિનામાં સોનાના વાયદાનો કરાર 39,328 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જથ્થાબંધ બજારમાં તે 39,262 રૂપિયા પર પહોંચી ગયો હતો. છૂટક બજારમાં 10 ગ્રામ દીઠ 40,000 રૂપિયા થઈ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 8 મી જાન્યુઆરીએ સોનું યુએસ-ઈરાન તણાવ વચ્ચે દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ દીઠ 42,080 ના ઐતિહાસિક સ્તરે પહોંચ્યું હતું. એટલે કે તે એક અઠવાડિયામાં 2000 ઘટી ગયું છે. એ જ રીતે સિલ્વર, ફ્યુચર, એમસીએક્સ પર મંગળવારે 46,060 પ્રતિ કિલોના કારોબારમાં હતો અને તે 0.82 ટકા તૂટ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ હાજર વેપારમાં સોનું 0.6 ટકા ઘટીને 1,538.76 ડોલર પ્રતિ ઔંસના સ્તરે હતું. વેપારીઓએ જણાવ્યું હતું કે સકારાત્મક આંતરરાષ્ટ્રીય સંકેતોને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. નોંધપાત્ર વાત એ છે કે યુએસ પ્રમુખ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ચીન સાથે પ્રથમ તબક્કાના વચગાળાના વેપાર કરાર 15 જાન્યુઆરીએ થઈ શકે છે.

ગયા અઠવાડિયે યુએસ અને ઈરાન વચ્ચે તનાવના પગલે સોનાના બજારમાં હંગામો મચી ગયો હતો. વૈશ્વિક બજારમાં સોનું પ્રતિ એક ઔંસ 1,600 ડોલરને વટાવી ગયું છે, જે પાછલા 6 વર્ષનો ઉચ્ચતમ સ્તર છે. જોકે, સોનાના સંદર્ભમાં પાછલું વર્ષ પણ ઉત્તમ રહ્યું, જ્યારે સોનાના રોકાણકારોને આશરે 25 ટકા જેટલું વળતર મળ્યું.

આ સ્થિતિ વચ્ચે 13 જાન્યુઆરીથી મોદી સરકાર સામાન્ય લોકોને સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. ખરેખર કેન્દ્રની મોદી સરકારની “સોવરિન ગોલ્ડ બોન્ડ” યોજના અંતર્ગત ફરી એકવાર સસ્તી સોનું ખરીદી શકાય છે. બોન્ડ દ્વારા રોકાણ કરાયેલી આ યોજના અંતર્ગત 13 થી 17 જાન્યુઆરી-2020 ની વચ્ચે ખરીદી કરી શકાય છે.