સેલ્ફી લેવાના ચક્કરમાં વડોદરાનો 16 વર્ષનો કિશોર સાતમા માળેથી પટકાયો

વડોદરામાં સોળ વર્ષનો કિશોર સાતમા માળેથી નીચે પટકાયો હતો. કિશોર પટકાતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબોએ કિશોરને મૃત ઘોષિત કર્યો હતો.

વડોદરાના સયાજી પાર્ક વિસ્તારમાં આવેલી બંસીધર હાઈટ્સ નામની એપાર્ટમેન્ટનાં સાતમા માળેથી કિરણ રાઠોડ નામનો કિશોર સેલ્ફી લેવાની લહાયમાં સીધો નીચે પડ્યો હતો. કિરણ રઘુકૂળ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. કિરણ નીચે પટાકાતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ કમનસીબે તેને બચાવી શકાયો ન હતો.

ઉત્તરાયણના પર્વ આવી દુખદ ઘટના બનતા રાઠોડ પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યું હતું. ઘર અને મહોલ્લાવાળામાં પણ આ ઘટનાને લઈ ગમગીની ફેલાઈ જવા પામી હતી.