ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને રવિવારે પોલી ઉમરીગર એવોર્ડની સાથે જ મ દીલિપ સરદેસાઇ એવોર્ડથી બીસીસીઆઇ દ્વારા નવાજવામાં આવ્યો હતો. બીસીસીઆઇ દ્વારા 2018-19ના વર્ષમાં બુમરાહે ટેસ્ટ અને વન ડેમાં કરેલા પ્રદર્શનને આધારે આ એવોર્ડ આપવામાં આવ્યા હતા. બુમરાહે આ એવોર્ડ પોતાને મળ્યા પછી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર બંને ટ્રોફીની સાથેનો એક ફોટો શેર કર્યો હતો. તેના આ ફોટા પર બુમરાહના ચાહકો અને અન્ય સાથી ખેલાડીઓએ તેને શુભેચ્છા આપવાનું શરું કરાયું હતુ. જો કે પોતાના ફની મુડ માટે જાણીતા માજી દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજે કંઇક અલગ કર્યુ હતું.
તેણે બુમરાહને અલગ અંદાજમાં શુભેચ્છા આપતા લખ્યું હતું કે થોડું હસી લે, તારા એવોર્ડ તારી પાસેથી કોઇ છીનવી નથી લેવાનું. તેની સાથે જ તેણે ઉતરેલા ચહેરાવાળો ઇમોજી મુકીને પછી લખ્યું હતું કે થોડી મજાક, તને ઘણી બધી શુભેચ્છા, તું આનો હકદાર જ હતો. વન ડે ક્રિકેટમાં હાલમાં નંબર વન બોલર એવા બુમરાહે 2018માં દક્ષિણ આફ્રિકા પ્રવાસથી ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને તેણે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડિઝના પ્રવાસમાં એક દાવમાં પાંચ વિકેટ ઉપાડી હતી, તે આ સિદ્ધિ મેળવનારો પહેલો એશિયન બોલર બન્યો હતો,