જિઓની નવી ઓફર કરાવશે જલસા, 12 મહિના માટે મળશે આટલું બધું મફતમાં

રિલાયન્સ જિઓ ઝડપી અને સસ્તી સ્કીમ પ્રદાન કરનારી પ્રથમ ભારતીય ટેલિકોમ કંપની બની છે. તદનુસાર, જિઓએ લગભગ કોલ્સ અને મફત એસએમએસ રોમિંગ અને અન્ય સુવિધાઓ આપવા માંડી છે. ટેલિકોમ ક્ષેત્રના લોકો જ્યાં ગ્રાહકોને 1GB ડેટા માટે ગ્રાહકોએ વધારે રૂપિયા ચૂકવવા પડે ત્યારે જિઓએ સસ્તી સ્કીમ આપવાનું શરૂ કર્યું છે.

એક મહિના માટે 200થી 300 રૂપિયામાં ફક્ત 1GB ડેટા આપવામાં આવે છે પરંતુ જિઓના આગમન પછી આ બદલાયું છે અને હવે દરરોજ 1.5 GB ડેટા આપવામાં આવે છે અને ઓછા ખર્ચે લોકો માટે વધુમાં વધુ ડેટા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. ગ્રાહકોને ફ્રી કોલિંગનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.

આ સિવાય જિઓ દ્વારા ઓફર કરવામાં આવેલી ડેટા લિમિટ પછી જિઓ ગ્રાહકોને 64KBS ની સ્પીડથી અનલિમિટેડ ઇન્ટરનેટ એક્સેસ આપે છે. આ ઉપરાંત જિઓ દ્વારા અન્ય ફાયદા પણ આપવામાં આવી રહ્યા છે. જિઓએ લોકલ અને એસટીડી નંબર પણ પ્રોવાઈડ કર્યા છે. આ સિવાય તમામ નંબર માટે એસએમએસ સુવિધા પણ આપવામાં આવી છે. જીઓએ 365 દિવસ માટે પ્લાન લોન્ચ કર્યું છે અને આ પ્લાન અંગે My Jio એપ્લિકેશન પર વધુ વિગતો રજૂ કરવામાં આવી છે.

આ પ્લાન 2020ની પ્રાઈસ પર ઉપલબ્ધ છે અને જિઓએ પણ Paytm વોલેટ સાથે ભાગીદારી કરી છે અને 2020માં આ પ્લાન આપવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે 2020 રૂપિયાનું આ રિચાર્જ ગ્રાહકો અગાઉ 2199 રૂપિયામાં કરવામાં આવતું હતું પણ 15મી જાન્યુઆરી બાદ આ પ્લાન 2020માં મળશે. અને આના પર કેશબેક સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. કેશબેકની સુવિધા Paytm મારફત ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.  આ રિચાર્જની કિંમત મૂળભૂત રીતે 179 રૂપિયા થાય છે.