આ તારીખે જાહેર થશે CAની પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ, જાણો કેવી રીતે જોઈ શકો છો રિઝલ્ટ?

ઈન્સટીટયૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટસ ઓફ ઈન્ડિયા(ICAI) દ્વારા ચાર્ટર્ડ અકાઉન્ટ (CA)ની પરીક્ષા-2019ના રિઝલ્ટ જાહેર થવાની તૈયારીમાં છે. ICAI દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે નવી અને જૂની ચાર્ટર્ડ અકાઉન્ટ-2019ની પરીક્ષાના પરિણામો 16 અથવા 17મી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી શકે છે. આ પરિણામો ICAIની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવશે. 19, નવેમ્બર-2019 અને 20 નવેમ્બર-2019ની તારીખે પરીક્ષા લેવામાં આવી હતી.

રિઝલ્ટ માટે આ વેબસાઈટ્સને નોંધી રાખો…

• Icaiexam.icai.org
• Caresults.icai.org
• Icai.nicin

ICAI CAના ફાઈલ રિઝલ્ટ SMS દ્વારા મેળવવા આટલું કરો…

વિદ્યાર્થીઓએ વાયા એસએમએસ દ્વારા ICAI-CAના ફાઈનલ રિઝલ્ટ મેળવવા માટે આટલું ટાઈપ કરવાનું રહેશે.

નવા કોર્ષ માટે…

CAFNLNEW લખીને સ્પેસ છોડવાની રહેશે અને ત્યાર બાદ રોલ નંબર લખવાનો રહેશે.

જૂના કોર્ષ માટે…

CAFNLOLD લખવાનું રહેશે અને ત્યાપર બાદ સ્પેસ છોડી રોલ નંબર લખવાનો રહેશે.

ત્યાર બાદ મેસેજને 57575 પર સેન્ડ કરવાનો રહેશે.

ICAI દ્વારા વર્ષમાં બે વાર નવેમ્બર અને મે મહિનામાં CAની પરીક્ષાઓ લેવામાં આવે છે. ગત સપ્તાહે મે 2020ની CA પરીક્ષાનું શિડ્યુલ જાહેર કરાયું હતું. પરીક્ષાઓ બીજી મેથી અઢાર મે દરમિયાન લેવામાં આવશે અને સીએ ફાઉન્ડેશન, ઇન્ટરમિડિયેટ (આઈપીસી), ઈન્ટરમીડિએટ અને ફાઈનલ પરીક્ષા માટે પ્રવેશ માટેની અરજી પ્રક્રિયા પાંચમી ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવશે.