વર્જિનિટી રિપેર દ્વારા છોકરીઓ વર્જીન બનાવવાના દાવા સાથે તગડી ફી વસુલતા બ્રિટનના ડોક્ટર

મહિલાઓની વર્જિનિટી પાછી અપાવવાના દાવા કરનારા એક ડોક્ટર અને ક્લિનીકનો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર ખાસ કરીને મુસ્લિમ મહિલાઓને આ ક્લિનિક પોતાની જાળમાં ફસાવીને લગ્ન માટે પરફેક્ટ તૈયાર કરીને તેમની વર્જિનિટી પાછી અપાવવાનો દાવો કરે છે. તેમની જાળમાં કેટલીક મહિલાઓ ફસાઇ પણ ગઇ અને ડોક્ટરે તેમનું ઓપરેશન કરીને એક મોટી રકમ પણ વસુલી લીધી. આ ઘટના ભારતની નહીં પણ બ્રિટનની છે.

અહેવાલ અનુસાર બ્રિટનમાં મોટી સંખ્યામાં ઘણાં તબીબો મહિલાઓને વર્જિનિટી રિપેર ઓપરેશનની લાલચ આપીને રૂપિયા બનાવી રહ્યા છે. તેમના પર આરોપ છે કે તેઓ ખાસ કરીને ટ્રેડિશનલ પરિવાર મતલબ કે રૂઢીચુસ્ત પરિવારોની મહિલાઓને જ પોતાની જાળમાં ફસાવી રહ્યા હતા. અહેવાલમાં એવું પણ સામે આવ્યું કે આ ડોક્ટરોએ લગભગ 100 યુવતીઓને આ ઓપરેશન માટે મનાવી હતી. તેમને વેડિંગ નાઇટ માટે ભ્રમિત કરીને ઇમોશનલી બ્લેકમેલ કરવામાં આવતી હતી. તેમને કહેવાતું હતું કે તેઓ વર્જિનિટી પાછી મેળવી લેશે તો તેમને વેડિંગ નાઇટમા કોઇ સમસ્યા નહીં નડે અને તેમનો અનુભવ ઘણો સારો રહેશે.

આ પ્રક્રિયા હેઠળ ડોક્ટર લગભગ એક કલાકમાં મહિલાઓનું ઓપરેશન કરીને પોતાનો ઉદ્દેશ સાધી લેતા હતા. બ્રિટીશ સન્ડ઼ે ટાઇમ્સના અહેવાલ અનુસાર માત્ર લંડનમાં જ આવા લગભગ 22 ક્લિનીક ખોલવામાં આવ્યા હતા. કેટલાક ખાનગી ક્લિનીક એક મહિલા પાસે આવા એક ઓપરેશનના 3000 પાઉન્ડ મતલબ કે અંદાજે 2થી 3 લાખ રૂપિયા વસુલતા હતા. એક ગાયનેકોલોજિસ્ટે જણાવ્યું હતુ્ં કે ખાસ કરીને મુસ્લિમ મહિલાઓને એ સમસ્યા હોય છે કે જો તેઓને વેડિંગ નાઇટ પર બ્લિડિંગ નહીં થાય તો તેમની વફાદારી પર શંકા કરવામાં આવશે અને તેના કારણે તેઓ આવા ડોક્ટરોનો ભોગ બને છે.